GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીમાં બીજા નોરતે પણ પોલીસની ‘શી ટીમની’કાર્યવાહી.૨૪ વાહન ડિટેઇન ડમડમ હાલતમાં ફરતા ૩ તથા હથિયાર રાખતા ૨ ઇસમોને ઝડપી લીધા
MORBI:મોરબીમાં બીજા નોરતે પણ પોલીસની ‘શી ટીમની’ કાર્યવાહી.૨૪ વાહન ડિટેઇન ડમડમ હાલતમાં ફરતા ૩ તથા હથિયાર રાખતા ૨ ઇસમોને ઝડપી લીધા
મોરબી શહેરમાં નવરાત્રીના તહેવારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકની શી ટીમ દ્વારા નવરાત્રીના બીજા નોરતે પણ વિવિધ વિસ્તારમાં થતી ગરબીઓની મુલાકાત લેવામાં આવી હતી. તેમજ પેટ્રોલિંગ દરમિયાન કેફી પીનું પીધેલા ૩ આરોપીઓને પકડી લેવામાં આવ્યા હતા. જ્યારે વાહન ચેકીંગની કામગીરી દરમિયાન સીન સપાટા કરી નંબર પ્લેટ વગરના તથા મોડીફાઇડ સાયલન્સર વગર વધારે પડતું ધ્વનિ પ્રદુષણ કરતા ૨૪ જેટલા બાઇકને ડિટેઇન કરી તમામ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. જ્યારે ચેકીંગ કામગીરી દરમિયાન જાહેરમાં હથિયાર સાથે લઈ નીકળેલ ૨ ઇસમોને પકડી લઈ તેની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે.