MORBI:મોરબીમાં અરજદારની અરજી પર તંત્ર દ્વારા ધ્યાન ન આપતા આત્મવિલોપન ની ચીમકી

MORBI:મોરબીમાં અરજદારની અરજી પર તંત્ર દ્વારા ધ્યાન ન આપતા આત્મવિલોપન ની ચીમકી
મોરબી ના લક્ષ્મીનગર માં રહેતા રમેશભાઇ પ્રેમજીભાઈ ભાંખોડિયા એ મોરબી જિલ્લા પોલીસ વડા ને એક લેખિત અરજી આપી છે અને તેઓ દ્વારા કરવામાં આવેલ ફરિયાદ પર તંત્ર દ્વારા કાર્યવાહી ન કરાતા આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે. જેમાં તેઓએ રાજકીય વગ ધરાવતા વ્યક્તિ સામે ફરિયાદ કરતા તંત્ર દ્વારા કંઈ કાર્યવાહી ના કરાતા અંતે જિલ્લા પોલીસ વડાને અરજી કરી કલેકટર કચેરી સામે આત્મવિલોપન કરવાની ચીમકી આપી છે જેઓની ફરિયાદ મુજબ ફરિયાદી દ્વારા જણાવવામાં આવેલ છે કે હું મજુરીકામ કરી મારૂ તથા મારા પરિવારનું ગુજરાન ચલાવુ છે. અમો ફરીયાદીની ફરીયાદ અરજીની ટુકમા હકીકત નીચે જણાવ્યા મુજબની છે જે નેક લક્ષમા ધ્યાને લેવા નમ્ર વિનંતી.
(૧) અમો ફરીયાદીએ આ કામના સામાવાળા જયદેવસિંહ જાડેજા રહે:- મધુપર, મો.નં. ૯૭૨૭૭-૯૯૯૯૧ વાળા એ અમોને લક્ષ્મીનગર થી માળીયા ખીરઇ અને લક્ષ્મી નગરથી હીરાપર ટંકારા સુધીનું GWIL નર્મદા નું પાણીની પાઇપ લાઇન નું કલર કામ રાખેલ હતુ જેની મજુરી એક એરવાલ ની રૂ. ૫૫૦ અને અમોએ ૧૩ એરવાલનું કામ કરેલ છે અને NC-6 રીક્ષાભાડા પેટેના રૂપીયા ૧૦,૦૦૦/- બાકી નીકળે છે. અને તારીખ ૦૭/૧૦/૨૦૨૪ ના ૪ માણસો નો હાજરી રૂ. ૨૪૦૦ અને રિક્ષા ભાડુ રૂ. ૩૦૦/- અને પીછાના રૂ.૬૦૦/- આમ ટોટલ રૂ.૧૯,૯૦૦/- અંકે રૂપીયા ઓગણીસ હજાર નવ સો પુરા મજુરી પેટે ના નીકળે છે.
(૨) અમો ફરીયાદી તારીખ ૦૭/૧૦/૨૦૨૪ ના રોજ આ કામના સામાવાળાનો ફોન આવેલ અને અમોને ઓફિસ પર બોલાવેલ જેથી અમો સવારના ૧૧.૦૦ થી ૧૨.૦૦ વાગ્યા આસપાસ તેની ગુરૂનાનક ટ્રાન્સ્પોર્ટની બાજુમાં આષાપુરા એન્ટરપ્રાઇઝ, ટીંબાવાળી માતા ની સામે ઓફિસ પર ગયેલા અને અમો ફરીયાદીએ તેને કહેલ કે ક્ષારો હિસાબ કરી આપો મારે કામ નથી કરવુ તો આ કામના
૧૦,૦૦૦/- આપવાનું કહેલ તો મે કીધુ કે મારે રૂ. ૧૯,૯૦૦/- લેવાના નીકળે છે તો કેમ તમે રૂ. ૧૦,૦૦૦/- આપો છો જેથી આ કામના સામાવાળા ગુસ્સે થઈ ને અમોને કહેલ અમારી જાતિ વિરુધ્ધ અપશબ્દ કહીને એમ કહેલ કે ડેઢા અહીં થી જતો પૈસા નહી આપુ તારે જ્યાં જાવું હોય ત્યા જા બધા પોલીસ વાડા મારી નીચે છે મારૂ કોઇપણ કાઇ બગાડી નહી લે અને હુ મોરબીનો મોટા મા મોટો બુટલેગર છુ તને હજી મારી નથી ખબર હું મારી વાડીએ ૩ જણા ને લઇ ગ્યો છુ અત્યાર સુધીમાં અને એ હજુ પાછા નથી અવ્યા અને હવે ચોથો તુ થાઇશ. એમ કહીને અમોને જાનથી મારી નાખવાની ધાક ધમકી આપેલ.
(૩) આ કામના સામાવાળા ખુબજ જુનુની સ્વભાવના અને માથા ભારે તત્વ હોઇ અને ઉંચી વગ ધરાવતા હોય તેમજ અમોને કહેલ કે જો તુ મારા વિરુધ્ધ ફરીયદ અરજી કરીસ તો પેલા તો તને નોકરી ઉપરથી કાઢી નાખીશ અને પછી તારા ટાટી ભાંગી નાખીશ એમ કહીને અમોને ધાક ધમકી આપેલ છે. અને અમોએ તારીખ ૦૭/૧૦/૨૦૨૪ ના રોજ ફરીયાદ અરજી કર્યા બાદ અમોને તારીખ ૦૮/૧૦/૨૦૨૪ ના રોજ નોકરી ઉપર થી કાઢી નાખેલ છે હાલ અમારી આવક પણ બંધ થઇ ગયેલ છે. અમારો દલીત સમાજ અવાર નવાર આવા લુખા તત્વોનિ શીકાર બનતા આવ્યા છીએ અમોને ન્યાય અપાવવા વાળુ શુ કોઇ નથી.?
(૪) અમો ફરીયાદીએ તારીખ ૦૭/૧૦/૨૦૨૪ ના રોજ આપ નામદાર સાહેબશ્રી, કલેકટર સાહેબશ્રી, એસ.પી.સાહેબશ્રી, પોલીસ ઇન્સ.સાહેબશ્રી તાલુકા પોલીસ સ્ટેશન તથા બિ-ડીવીઝન પોલીસ સ્ટેશન મોરબી અરજી કરી હોવા છતા આજ દિન સુધી અમારી અરજી બાબતે કોઇપણ કાર્યવાહી કરવામાં આવેલ નથી. આના પર થી આ કામના સામાવાળા એ અમોને જે કહેલ કે પોલીસ પણ મારી નીચે આવે પોલિસ વાળાને મારા ખીલાફ અરજી લેવા માટે મને ખુદ ને પુછવુ પડે તે વાત અહીયા સાબીત થાય છે અને આ કામના સામાવાળા અનેક ગુન્હામા સંડોવાયેલા હોવા છતા ખુલ્લે આમ ફરી રહ્યા છે. મોરબી તાલુકામાં આ કામના સામાવાળા મોટા મા મોટો બુટલેગર છે જે ખુલ્લે આમ દારૂનો ધંધો કરે છે. અને ધ્રાગંધ્રામાં મર્ડરમાં પણ નામ ખુલેલ છે છતા પણ આ કામના સામાવાળા હાલ ખુલ્લે આમ ફરી રહ્યા છે.
(૫) આ કામાના સામાવાળા GWIL નર્મદા પાણી પુર્વઠામા સુપરવાઇઝર અને કોન્ટ્રાક્ટર હોઇ અને તેમા પણ ખુલ્લે આમ હપ્તા ઉઘરાવી અને કારખાનામા પાણી સપ્લાઇ કરી રહ્યા છે જેનો દરમહીના નો આશરે ૮ થી ૧૦ લાખનો બધા અધિકારીઓ મળીને હપ્તો લઇ રહ્યા છે. અને અમુક માણસો એવા પણ છે કે નોકરી પર આવતા નથી છતા પણ એના પગાર ચાલુ છે અને દર મહીને તેને પગાર મળી રહ્યો છે.
આ ફરીયાદ અરજી કર્યાબાદ અમોને કાઇ પણ થાશે તો તેની સંપુર્ણ જવાબદારી આ કામના સામાવાળા જયદેવસિંહ જાડેજા નાઓની રહેશે.ઉપરોક્ત અમારી ફરીયાદ અરજી ને ધ્યાને લઇ અને આ કામના સામાવાળા વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહિ કરી અને આ કામના સામાવાળાને કાયાદા નું ભાન કરાવવા તેમજ અમોને ન્યાય અપાવવા આપ સાહેબશ્રી ને નમ્ર વિનંતી.
જો અમારી આ અરજીને ધ્યાને લઇ અને આગળની કાર્યવાહી કરવામા નહી આવે તોઅ અવતા ગુરૂવાર એટલે કે તારીખ ૧૭/૧૦/૨૦૨૪ નારોજ આપ નામદાર સાહેબશ્રી કલેકટર સાહેબશ્રીની કચેરીએ અમારો દલીત સમાજ ભેગો થઇ ને પેટ્રોલ છાટીને આત્મ વિલોપન કરીશુ જેની ખાસ નોંધ લેવી તેવી ચીમકી આપવામાં આવી છે જોઈએ તંત્ર જાગશે અને ન્યાય આપશે કે ફરી એક જીવ જશે !!!









