MORBI:મોરબી શહેરમાં પ્રતિબંધી ચાઇનીઝ દોરી સાથે બે બાળકિશોર સહિત એક ઇસમ ઝડપાયો

MORBI:મોરબી શહેરમાં પ્રતિબંધી ચાઇનીઝ દોરી સાથે બે બાળકિશોર સહિત એક ઇસમ ઝડપાયો
મોરબીના વાવડી રોડ પર નાની વાવડી મેલાબાપાના મંદિર પાસે રસ્તા પરથી પ્રતિબંધિ ચાઇનીઝ દોરીના ૫૦ ફિરકા સાથે બે બાળક કિશોર સહિત એક ઇસમને મોરબી સિટી એ ડીવીઝન પોલીસ દ્વારા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડીવીઝન પોલીસ ટીમ મકરસંક્રાંતિ પર્વને લઇને પ્રતિબંધી ચાઇનીઝ દોરીના વેચાણ પર મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલ હોય જે સંદર્ભે ચેકિંગમા હોય તે દરમ્યાન મોરબીના વાવડી રોડ વાવડી રોડ પર નાની વાવડી મેલાબાપાના મંદિર પાસે રસ્તા પર વેચાણ કરવાધા ઇરાદાથી રાખેલ પ્રતિબંધિ ચાઇનીઝ દોરી ફિરકા નંગ-૫૦ કિંમત રૂ. ૨૦,૦૦૦ ના મુદ્દામાલ સાથે બે બાળક કિશોર અને એક ઈસમ જયદીપસિંહ જશવંતસિંહ ઝાલા (ઉ.વ.૧૯) રહે. વાવડી રોડ બાપા સીતારામ મઢુલી પાસે મોરબીવાળાને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






