TANKARA:ટંકારાના નસીતપર ગામમાં તસ્કરોનો આતંક :રાત્રિના અંધકારમાં મંદિરો અને મકાનોમાં મચાવી લૂંટ

TANKARA:ટંકારાના નસીતપર ગામમાં તસ્કરોનો આતંક :રાત્રિના અંધકારમાં મંદિરો અને મકાનોમાં મચાવી લૂંટ
ટંકારા: મોરબી જિલ્લાના ટંકારા તાલુકાનું નસીતપર ગામ ગત તારીખ 3 અને 4 એપ્રિલ 2026ની મધ્યરાત્રિએ તસ્કરોના નિશાને રહ્યું હતું. મધરાતે 1 થી 2 વાગ્યાના અરસામાં તસ્કરોએ ગામમાં ભારે આતંક મચાવી, ધાર્મિક સ્થાનો સહિત રહેણાંક મકાનો અને દુકાનોમાં ચોરીની ઘટનાઓને અંજામ આપતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
મળતી માહિતી મુજબ, તસ્કરોએ પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે ગામના વિવિધ સ્થળોએ ત્રાટકીને લૂંટ ચલાવી હતી. જેમાં: ગામના પવિત્ર મંદિરોમાં તોડફોડ કરી દાનપેટી અને કિંમતી વસ્તુઓની ચોરી.અનેક મકાનોના તાળા તોડી રોકડ રકમ અને દાગીનાની ઉઠાંતરી. ગામની મુખ્ય બજારમાં આવેલી દુકાનોને નિશાન બનાવી વેપારીઓને આર્થિક નુકસાન પહોંચાડ્યું.આ ઘટનાને પગલે ગ્રામજનોમાં ભય અને સુરક્ષા વ્યવસ્થા સામે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે ટંકારા પોલીસ મથકે વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી છે. દરમિયાન, મોરબી જિલ્લા ભાજપ કિસાન મોરચાના પૂર્વ ઉપપ્રમુખ અજય પટેલ (ઝાલરીયા) દ્વારા આ બાબતે ગંભીર નોંધ લેવામાં આવી છે.”નિર્દોષ નાગરિકોની સુરક્ષા જોખમાઈ છે તે ચલાવી લેવાય નહીં. તસ્કરો સામે દાખલારૂપ કાર્યવાહી થવી જોઈએ.” – અજય પટેલે આ મામલે ગુજરાતના મુખ્યમંત્રી, ગૃહ મંત્રી, મોરબી કલેક્ટર, એસપી અને રાજકોટ રેન્જ ડીઆઈજીને લેખિત પત્ર પાઠવી રજૂઆત કરી છે કે:
અપરાધીઓ સામે સરકારના ધારાધોરણ મુજબ ઉચ્ચસ્તરીય તપાસ હાથ ધરવામાં આવે.તસ્કરોને સત્વરે પકડી કડક દંડનીય કાર્યવાહી કરવામાં આવે.ગામમાં પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય.હવે જોવાનું એ રહ્યું કે પોલીસ પ્રશાસન આ તસ્કરોને ક્યારે જેલના સળિયા પાછળ ધકેલે છે અને પીડિત ગ્રામજનોને ન્યાય અપાવે છે.








