GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં વ્યાજખોરી અને ભૂમાફિયાઓ અસામાજિક તત્વો ત્રાસ મામલે પીડિતોએ પાટીદાર યુવા સેવા સંઘને સાથે રાખી DYSP ને રજૂઆત.

મોરબીમાં  વ્યાજખોરી અને ભૂમાફિયાઓ અસામાજિક તત્વો ત્રાસ મામલે પીડિતોએ પાટીદાર યુવા સેવા સંઘને સાથે રાખી DYSP ને રજૂઆત.

 

મોરબી શહેરમાં છેલ્લા લાંબા સમયથી માથું ઊંચકતા અસામાજિક તત્વો, વ્યાજખોરો અને ભૂમાફિયાઓ સામે હવે પોલીસે લાલ આંખ કરી છે. મોરબી ડીવાયએસપી (DySP) દ્વારા કરવામાં આવેલી જાહેર અપીલને જબરદસ્ત પ્રતિસાદ સાંપડ્યો છે. આજે સામાજિક કાર્યકર મનોજ પનારાની આગેવાનીમાં મોટી સંખ્યામાં પીડિતો પોતાની આપવીતી લઈને ડીવાયએસપી કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા.
​ભય મુક્ત સમાજ માટે પોલીસની પહેલ ​ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પાયમાલ કરતા વ્યાજખોરો અને સામાન્ય લોકોની મિલકતો પચાવી પાડતા ભૂમાફિયાઓ સામે મોરબી પોલીસે કડક કાર્યવાહીના સંકેત આપ્યા હતા. પોલીસ અધિકારીઓએ લોકોને અપીલ કરી હતી કે કોઈનાથી ડર્યા વગર ફરિયાદ કરવા આગળ આવે, જેની સીધી અસર આજે જોવા મળી હતી.



​વ્યાજખોરોનો ત્રાસ: અનેક પીડિતોએ રજૂઆત કરી હતી કે મુદ્દલ કરતા વધુ રકમ ચૂકવવા છતાં વ્યાજખોરો દ્વારા પઠાણી ઉઘરાણી કરી ધાક-ધમકી આપવામાં આવે છે.
​ભૂમાફિયાઓનો આતંક: જમીન અને મકાનો પર ગેરકાયદેસર કબજો જમાવતા તત્વો વિરુદ્ધ પુરાવા સાથે રજૂઆતો કરવામાં આવી.લુખ્ખા તત્વોની હેરાનગતિ: જાહેર માર્ગો કે રહેણાંક વિસ્તારોમાં લુખ્ખાગીરી કરતા શખ્સો સામે કડક પોલીસ પેટ્રોલિંગની માંગ કરવામાં આવી.



​આ પ્રસંગે પીડિતોનું નેતૃત્વ કરી રહેલા મનોજ પનારાએ જણાવ્યું હતું કે, “મોરબીની જનતા હવે જાગૃત થઈ છે. પોલીસ પ્રશાસન જ્યારે સહકાર આપવા તૈયાર હોય ત્યારે લોકોએ પણ હિંમત બતાવીને આવા તત્વોને ખુલ્લા પાડવા જોઈએ. આજે અનેક પરિવારોએ પોતાની વ્યથા રજૂ કરી છે અને અમને આશા છે કે પોલીસ કડક પગલાં ભરશે.”
​પોલીસની ખાતરી ​ડીવાયએસપી કચેરી ખાતે હાજર અધિકારીઓએ તમામ પીડિતોની રજૂઆતોને ગંભીરતાથી સાંભળી હતી અને ખાતરી આપી હતી કે, કોઈપણ ગુનેગારને છોડવામાં આવશે નહીં. અરજીઓની તપાસ કરી ટૂંક સમયમાં કાયદેસરની કાર્યવાહી (FIR) કરવામાં આવશે.

Back to top button
error: Content is protected !!