GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:ચેક રિટર્ન કેસમાં મોરબીના વેપારીને ૧ વર્ષની સજા અને સાથે ૧૫ લાખ વળતર ૯% વ્યાજ સાથે ચુકવવાનો કોર્ટે હુકમ

 

MORBI:ચેક રિટર્ન કેસમાં મોરબીના વેપારીને ૧ વર્ષની સજા અને સાથે ૧૫ લાખ વળતર ૯% વ્યાજ સાથે ચુકવવાનો કોર્ટે હુકમ

 

ફરીયાદની ટુંકમાં હકીકત એવી છે કે, આરોપી જીજ્ઞેશભાઈ ગજાનનભાઈ જાની તે પ્રોપરાઈટર ઓફ ગજાનન ફુડ એન્ટરપ્રાઈઝ અને ફરીયાદી દેપાણી દીપેશભાઈ શુરેશભાઈ પાસેથી આરોપીને બેસ ઓઈલની જરુરીયાત હોય જેથી આરોપી અને ફરીયાદી એકબીજાના સંપર્કમાં આવેલ હતા. અને ઉધારમાં માલ ખરીદી કરેલ જે ઉધાર માલની રકમ રૂ. ૭,૬૩,૨૯૨/- ફરીયાદીએ આરોપી પાસે માંગતા આરોપીએ તેની બેંકનો ચેક આપેલ. જે ચેક ફરીયાદીએ તેના ખાતામાં વસુલવા નાખતા ચેક ખાતામાં પૈસા ન હોવાના કારણે પરત ફરેલ. જેથી ફરીયાદીએ આરોપીને તા. ૨૯/૦૯/૨૦૨૩ એ નોટીસ મોકલાવેલ છતા આરોપીએ નોટીસનો કોઈ જવાબ આપેલ નહી કે રકમ પરત કરવાની કોઈ દરકાર લીધેલ નહી. જેથી ફરીયાદી ધ્વારા આ કામના આરોપી વિરુધ્ધ ભારતીય વટાઉખત અધિનિયમની કલમ- ૧૩૮ મુજબ ન્યાયીક કાર્યવાહી અર્થે તેમના વકીલશ્રી જે.ડી. સોલંકી તથા જયેશ પટેલ મારફત મોરબી કોર્ટમાં ફરીયાદ દાખલ કરાવેલ.

સદરહુ કેસ મોરબીના મહે. બીજા ચીફ. જયુડી. મેજી. સાહેબની કોર્ટમાં ચાલતા આરોપી વીરુધ્ધ સમન્સ ઈસ્યુ કરેલ આરોપી કોર્ટમાં હાજર રહેલ અને કોર્ટ રૂબરૂ આ ગુનાનો ઈનકાર કરેલ બાદમાં નામ. કોર્ટ દવારા કોર્ટ કાર્યવાહી આગળ ચલાવેલ અને ફરીયાદ પક્ષનો પુરાવો નોંધેલ બાદમાં ફરીયાદ પક્ષ દવારા કરવામાં આવેલ તમામ દલીલ માન્ય રાખી અને સાધનીક રેકર્ડ વંચાણે લઈ નામ.બીજા એડી. ચીફ જયુડી. મેજી. કોર્ટ દવારા આરોપી જીજ્ઞેશભાઈ જાની ને ૧ વર્ષની સાદી કેદની સજા ફટકારવામાં આવેલ. અને ફરીયાદીને વિવાદીત ચેકની બાકી નીકળતી રકમ રૂા.૭,૬૩,૨૯૨/- ની ડબલ રકમ રૂા.૧૫,૨૬,૫૮૪/- ૯ % વ્યાજ સાથે ફરીયાદીને વળતર ચુકવવાનો દંડ ફરમાવવામાં આવેલ છે અને આરોપી આ વળતરની રકમ ભરવામાં કસુર કરે તો વધુ ૯૦ (નેવું) દિવસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવેલ છે. આ કામમાં ફરીયાદ પક્ષ તરફે મોરબીના યુવા એડવોકેટ જે.ડી. સોલંકી તથા જયેશ પટેલ રોકાયેલા. અને સાથે મયુર ઉભડીયા, દીપક મકવાણા, પીન્ટુ પરમાર, નીલેશ ચાવડા, હસમુખ ચાવડા, વીરેન્દ્રસીંહ રાઠોડ, આરતી અમૃતીયા, જીતેન્દ્ર વાઢેર , હીના સાગઢીયા, વીરલ છનીયારા, જયકાંત મકવાણા રોકાયેલા હતા.

Back to top button
error: Content is protected !!