MORBI:મોરબી: ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની કેદ, ચેકની ડબલ રકમ અને વાર્ષિક 9% ટંકા વ્યાજ સાથે ચૂકવવા કોર્ટે હુકમ કર્યો છે

MORBI:મોરબી: ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની કેદ, ચેકની ડબલ રકમ અને વાર્ષિક 9% ટંકા વ્યાજ સાથે ચૂકવવા કોર્ટે હુકમ કર્યો છે
મોરબી કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને દોષિત ઠરાવી બે વર્ષની સાદી કેદની સજા ફટકારી છે. સાથે ચેકની રકમની ડબલ રકમ રૂ. ૨,૨૦,૦૦૦/- દંડ તથા વાર્ષિક ૯ ટકા વ્યાજ સાથે ફરીયાદીને વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે.
કેસની ટૂંકી હકીકત મુજબ, ફરીયાદી મનીષાબેન હરસુખભાઈ હળવદીયા અને આરોપી કોશીકભાઈ બાબુભાઈ ગોહેલ એકબીજાને ઓળખતા હતા અને તેઓ મિત્ર હતા. ત્યારે વર્ષ ૨૦૨૪માં આરોપીએ અંગત જરૂરિયાત માટે રૂ. ૧,૧૦,૦૦૦/- હાથ ઉછીના લીધા હતા અને સિક્યુરિટી માટે ચેક આપ્યો હતો. જે બાદ ફરીયાદીએ ચેક પોતાના ખાતામાં જમા કરાવતા “ફંડ ઇનસફિશિયન્ટ”ના શેરા સાથે ચેક પરત ફર્યો હતો. જે બાદ કાયદેસર નોટિસ આપ્યા છતાં આરોપીએ રકમ ચૂકવેલ ન હોવાથી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ કલમ-૧૩૮ હેઠળ મોરબી કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ત્યારે આ કેસ મોરબીની એડિશનલ સિનિયર સિવિલ જજ તથા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટમાં ચાલી જતા જ્યાં આ કેસની સુનાવણી દરમિયાન ફરીયાદપક્ષે મૌખિક અને દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. કોર્ટે તમામ પુરાવા અને દલીલો બાદ આરોપી કોશીકભાઈ બાબુભાઈ ગોહેલને દોષિત ઠરાવી બે વર્ષની સાદી કેદની સજા ફટકારી છે. ઉપરાંત ચેકની રકમ રૂ. ૧,૧૦,૦૦૦/-ની ડબલ રકમ રૂ. ૨,૨૦,૦૦૦/- દંડ તથા રૂ. ૧,૧૦,૦૦૦/- પર વાર્ષિક ૯ ટકા વ્યાજ સાથે વળતર તરીકે ફરીયાદીને ચૂકવવાનો હુકમ કર્યો છે. દંડ અને વળતર ચૂકવવામાં નિષ્ફળ રહેશે તો આરોપીને વધુ ૯૦ દિવસની સાદી કેદ ભોગવવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે.આ કામે મોરબીના પ્રખ્યાત વકીલ ડી.આર.અગેચણીયા, જે.ડી.અગેચણીયા, રવિ.ડી.ચાવડા, મહેશ્વરી મકવાણા, ક્રિશ્નના બેન, કનેયાલાલ બાવરવા રોકયેલા હતા.









