અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અહેવાલ : બાયડ પો.સ્ટે.વિસ્તારમાંથી LCB એ હાઉસ રેડ દરમિયાન દારૂ ઝડપી પાડ્યો, ધનસુરા પોલીસે શિકા રોડ પરથી ક્રેટા ગાડીમાંથી દારૂ ઝડપી પાડ્યો
બાયડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફાટા ધીરપુરા ગામની સીમમાં હાઉસ રેડ દરમિયાન ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ કુલ 622 જેની કિંમત રૂપિયા 75,268 નો પ્રોહીમુદ્દા માલ અરવલ્લી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો ચોક્કસ બાતમી અને હકીકતના આધારે કુણાલભાઈ ગીરીશભાઈ પટેલ રહે ડેમાઇ તાલુકો બાયડ જીલ્લો અરવલ્લીના ફાટા ધીરપુરા ગામની સીમમાં આવેલા પોતાના કબજાના તબેલા પાસે બનાવેલ ઓરડીમાં ગેરકાયદેસર અને વગર પાસ પરમીટ વગરનો દારૂનો જથ્થો સંતાડી રાખેલ હોવાની બાતમી મરી હતી જેના અનુસંધાને બાતમી મળતા જગ્યા ઉપર જતા એલસીબી પોલીસે રેડ કરી તપાસ હાથ ધરતા દારૂ ઝડપી પાડ્યો હતો
ઉપરાંત બીજી બાજુ ધનસુરા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં કોલવડા થી શિકા રોડ ઉપર ગુજરી ગામની સીમમાં એક સફેદ કલરની ક્રેટા ગાડીમાંથી ભારતીય બનાવટ નો અલગ અલગ પ્રકારની વિદેશી દારૂની બોટલ પેટીઓ મળી આવી હતી જેમાં કુલ બોટલ નંગ 883 જેની કુલ કિંમત ₹1,26,540 નો પ્રોહીમુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો