MORBIMORBI CITY / TALUKO

મોરબી વજેપર સર્વે નં-૬૦૨ની પોલીસ ફરિયાદમાં નામ જોગ મોરબીના અધિકારી, પત્રકાર, નોટરી વગેરેનો ઉમેરો કરવા અરજી કરાય

 

મોરબીમાં છેલ્લા કેટલાય સમયથી ચર્ચાસ્પદ બનેલ સર્વે નંબર 602 માં થયેલ કૌભાંડો અંગે શહેરમાં ચર્ચાઓ દિવસેને દિવસે વધી રહી છે આ સર્વે નંબરના બોગસ દસ્તાવેજ અંગે મોરબી સીટી એ ડિવિઝન ખાતે ફરિયાદ પર નોંધવામાં આવેલ પરંતુ ફરિયાદીના આરોગ મુજબ અમારા કહ્યા મુજબ ફરિયાદ નોંધવામાં નથી આવી આ ફરિયાદમાં ઘણા લોકોને છાવરવામાં આવ્યા છે જે અંગે ફરિયાદી દ્વારા મોરબી માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃત્યનો સંપર્ક કરી ફરિયાદમાં અન્ય નામો ઉમેરવા રજૂઆત કરતા ધારાસભ્ય કલેકટર કચેરીએ અરજદારો સાથે રજૂઆતો કરવા પહોંચી અધિકારીઓને આડેહાથ લીધા હતા. અને ફરિયાદની અંદર જે પણ લોકોના નામો નથી ઉમેરવામાં આવ્યા તેનો ઉમેરો કરવા માટે પણ અધિકારીઓને જણાવ્યું હતું. જે બાદ ફરિયાદી દ્વારા ગત તારીખ 22- 3- 2025 ના રોજ મોરબી એ ડિવિઝન પોલીસ ચોકી ખાતે અરજી કરેલ જેમાં અધિકારી પત્રકાર તેમજ નોટરી ના નામો ઉલ્લેખ કરી એફઆઇઆર માં ઉમેરો કરવા અરજી કરેલ. ફરિયાદીની અરજીમાં લખાય અરજી મુજબ

 

અમો ફરીયાદી ની મોજે ગામ વજેપર, તા.જી.મોરબી ની સર્વે નં.૬૦૨ ની ગંભીર જમીન કૌભાંડ અને ફોર્જ્ડ ડોક્યુમેન્ટ વાળી એફ.આઇ.આર. અમારા લખાવ્યા મુજબ તેમજ અમારી અરજી/રજુઆત તા.૧૦/૦૧/૨૦૨૫ તથા તા.૨૮/૦૧/૨૦૨૫ તથા તા.૧૪/૦૨/૨૦૨૫ તથા તા.૧૫/૦૨/૨૦૨૫ મા અમોએ બનેલ ગુના અંગે જે રજુઆત કરી અને બાદમા અમોએ તેમજ અમારા સાહેદો અને નાયબ પોલીસ અધિક્ષક મોરબી નાઓ સમક્ષ સાહેદો અને પુરાવાઓ રજુ કરેલ, ત્યારબાદ આપના તરફ થી નોંધવામાં આવેલ ફરીયાદ ના કામે અમારૂ આ વિશેષ નિવેદન નોંધી તેમાની હકીકત મુજબ આગળ ની તપાસ કરી આ ગુના મા સંડોવાયેલ જેમના નામો અને ભુમિકા જાહેર કરીએ છીએ તે ઉપરાંત તે તમામ આરોપીઓ ની મદદગારી કરનાર તપાસ મા નિકળી આવે તે તમામ વિરૂધ્ધ ફોજદારી કાયદાની કલમો હેઠળ ગુનો નોંધી તેઓ નાશી-ભાગી જાય અને પુરાવાઓનો નાશ કરે તેવી સંભાવના છે.

મોરબી પોલીસ તંત્ર દ્વારા ખાસ કરીને મોરબી પોલીસ અધિક્ષક શ્રી ની આ કેસ મ સંપૂર્ણ ૫ણે શંકાસ્પદ ભુમિકા છે. અને આ ગુના ના મુખ્ય સુત્રધાર અને મુખ્ય આરોપી એટલે કે નાયબ કલેકટર સુશીલ પરમાર ને તથા પત્રકાર અતુલ જોષી અને આ ગુનાહીત સંગઠીત ટોળકીના અન્ય ભાગીદાર અને જમીન ના ખરીદનાર સાગર ફુલતરીયા ને તથા આ કેસ મા કાગળો ને નોટરી કરનાર શ્રી ચાવડા તથા શ્રી ફુલતરીયા અને તલાટી શ્રી જાડેજા કે જેની સામે હાલમા આવા જ જમીન પ્રકરણ મા એ.સી.બી. ની ફરીયાદ એફ.આઇ.આર. નં.૧૧૧૯૪૦૭૬૨૪૦૦૦૩/૨૦૨૪ મોરબી એ.સી.બી. પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ. તે તમામ ને બચાવવા માટે અને અમો અરજદાર ની નામદાર ગુજરાત હાઇકોર્ટ સમક્ષ ની પીટીશન ને નિરર્થક કરવા માટે તેમજ મોરબી જીલ્લા પોલીસ વડા નો લુલો બચાવ ઉભો કરવા માટે રાતો રાત અમો ફરીયાદી ની સંદર્ભ-૧ વાળી એફ.આઇ.આર. તા.૧૫/૦૩/૨૦૨૫ ના રોજ રાત્રે ૧૦ કલાકે નોંધવાનું કૃત્ય કરવામાં આવેલ છે. તમામ ના ફોન ડિટેલ થી ખરાઈ કરવા ફોન કબ્જે કરી તપાસ કરવી જોઇએ.

આ ગુના ના કામે ખોટા, ફોજર્જ્ડ સોગંદનામા ઓ ના આધારે ખોટી વારસાઇ નોંધ કરવામાં આવેલી અને આવી ખોટી વારસાઈ નોંધ ને નાયબ કલેકટર સુશીલ પરમાર દ્વારા તેમના સાળા જે મોરબી ના રહેવાસી છે તે બીપીન પ્રજાપતિ અને પત્રકાર અતુલ જોષીના ઇશારે તેમના સંગઠીત ગુનાહીત ટોળકી ના સભ્ય એવા ખરીદનાર સાગર ફુલતરીયા ની તરફેણ મા મંજુર કરીને સખ્ખત ભ્રષ્ટાચાર આચરેલ છે. તેમજ તેમની સત્તા નો દુરૂપયોગ કરેલ હોવાથી પુરવણી એફ.આઇ.આર. નોંધવા તેમજ આચરવામાં આવેલ ગુના માની ભુમિકા એવા પ્રકારની છે કે, મોરબી માં રહેતા સાગર અંબારામ ફુલતરીયા, બીપીન પ્રજાપતિ, અતુલ મુકુંદરાય જોષી, પારેખ ચુનીલાલ દેવકરણ નાઓએ મોરબી ના નાયબ કલેકટર સુશીલ પરમાર ને મળીને કાવતરૂ રચીને અમારી વારસાઇ વાળી ફરીયાદ મા ની જમીન એક શાંતાબેને બેચરભાઇ ડુંગરભાઇ ના એક માત્ર પુત્રી તરીકે વારસદાર તરીકે નામ દાખલ કરાવી તે જમીન વેચીને કિંમતી જમીન ના નાણાં ઉપજાવી ભાગ-બટાઇ કરવાનો ગુનો આચરેલ છે. આ કાવતરાના ભાગરૂપ ખોટા પુરાવાઓને સાચા તરીકે રજુ કરી વારસાઈ કરાવવા નોંધ પાડવામાં આવેલ હોવાનું અમને જાણ થતા અમોએ મોરબી ના મામલતદાર સમક્ષ તા.૦૩/૦૮/૨૦૨૪ ના રોજ વાંધા અરજી આપી અને તે વાંધા અરજી મોરબી ના મામલતદાર સાહેબે મોરબી ના નાયબ કલેકટર ની કચેરી મા તા.૦૫/૦૮/૨૦૨૪ ના રોજ મોકલી આપી, નાયબ કલેકટર શ્રી ની આ વાંધા અરજી પરથી તકરારી કેસ ચલાવવામાં આવેલ તે કેસ ની કાર્યવાહી ચાલતી હતી તે દરમિયાન એવી હકીકત જાણમાં આવી કે, સાગર ફુલતરીયા, અતુલ જોષી અને સુશીલ પરમાર જે જામનગર જીલ્લાના પ્રજાપતિ જાતિ ના છે, તેમના લગ્ન મોરબી ના પ્રજાપતિ જાતિમા થયેલ હોઇ બિપીન પ્રજાપતિ સાથે મિલાપીપણુ કરી જાડેજા નામ ના ઇસમ (તલાટી માધાપર અને વજેપર) પાસે વારસાઇ આંબો બનાવેલ, એન.વી.ગોરસીયા સાગર ના વકીલ, રાજકોટ ના વકીલ પી.ડી.ભટ્ટ (જેના દ્વારા ખરીદાયેલ તા.૦૧/૦૪/૨૦૧૭ ના સ્ટેમ્પ પેપર પર શાંતાબેન ના અંગુઠા ના નિશાન થી બાનાખત કરાવેલ છે તે) (આ સ્ટેમ્પ પેપર વકીલ ના નામે ખરીદેલ છે. તે વેચનાર કે ખરીદનાર નથી આમ ગુનાહીત રીતે જુનો દસ્તાવેજ વકીલ પાસેથી ખરીદીને થર્ડ પાર્ટી સ્ટેમ્પ પેપર તરીકે ઉપયોગ થયેલ છે.), વકીલ હરેશ એન. મહેતા (મો.નં.- ૯૩૭૬૧ ૪૯૧૨૧) (શાંતાબેન ના વકીલ), ચંદ્રવદન બી. વ્યાસ (મોનં-૯૮૨૫૧ ૫૫૫૬૦), રાજવિર જિતેન્દ્ર (મોનં.- ૯૮૨૫૧ ૯૩૮૧૧) અને એલ.પી.ચાવડા નોટરી નાએ વારસાઈ પેઢીનામા ની જોગવાઇઓથી વિરૂધ્ધ ખોટા પેઢીનામાઓ પુરાવા તરીકે બનાવી આપીને, શાંતાબેન ને વારસદાર તરીકે મહેસુલી દફતરે નોંધવા સાગર ફુલતરીયા અને અતુલ જોષી નાને આવા ખોટા પુરાવાઓ સાચા તરીકે રજુ કરવા આપ્યા હતા, આવુ ખોટુ વારસાઈ નું સોગંદનામુ, વારસાઈ નું પેઢીનામુ બનાવવા ના કામે બેચરભાઇ ડુંગરભાઇ ડાભી અને તેમના પત્ની ડાયબેન ના ખોટા મરણ દાખલાઓ બનાવીને સાચા તરીકે ઉપયોગ મા લેવા નગરપાલિકા માંથી ખોટા મરણ દાખલાઓ બનાવીને મોરબી ની સિવિલ કોર્ટમાથી શાંતાબેન વિરૂધ્ધ હુકમનામું મેળવી વેચાણ દસ્તાવેજ કરાવી લેવાના ઇરાદે ખોટો દાવો કરવાના બદઇરાદે ખોટુ બાનાખત અને શાંતાબેન ને બેંક એકાઉન્ટ માંથી ચેક થી નાણાં આપેલ હોવાનું અને રૂ.૩,૦૦,૦૦૦/- વર્ષ ૨૦૧૭ મા રોકડા આપેલ હોવાનું ઉપજાવી કાઢી કાવતરાના ભાગરૂપ ગુનાહીત કૃત્ય ના ભાગરૂપ મોરબી ની દિવાની અદાલત મા સ્પે.દિ.દા. નં.૪૧/૨૦૨૪ કરેલ પણ કોર્ટના ધ્યાનમા ગુનાહિત ઇરાદો આવતા તા.૨૧/૧૨/૨૦૨૪ નાં રોજ સાગર ફુલતરીયાએ દાવો પાછો ખેંચી લીધેલ છે. આ તમામ ગુનાહીત કામમા સાગર ફુલતરીયાને એક અતુલ મુકુંદરાય જોષી પોતે પત્રકાર છે તેવા પ્રભાવ હેઠળ તમામ કચેરીઓ મા સબંધીત અધિકારીઓ પર દાબ-દબાણ થી ખોટા પુરાવાવાઓ બનાવરાવ્યા અને તેમ કરીને તેને સાચા તરીકે રજુ કરી સુશીલ પરમાર ની દોરવણી મુજબ ખેતી ની જમીન મોજે ગામ વજેપર ની સર્વે નં.૬૦૨ હે.૦૧-આરે.૫૭-ચો.મી.૮૩ જે દલવાડી બેચરભાઇ ડુંગરભાઈ નાએ બે જુદા-જુદા દસ્તાવેજ થી ખરીદેલ અને સગા ભાઇ ભગવાનભાઇ ડુંગરભાઈને વેચાણ આપેલ તે રજીસ્ટર દસ્તાવેજો ને અવગણી ને તેમજ તે અંગે મહેસુલી દફતરે નોંધ થયેલ ન હોવાનું બહાનું બતાવી, શાંતાબેન ના નામજોગ બેચરભાઇ ડુંગરભાઈ ડાભી ના એકમાત્ર પુત્રી તરીકે ગામ નમુના નં.૬ મા થયેલ વારસાઈ નોંધ નં.૨૩૮૭૧ તા.૧૬/૦૭/૨૦૨૪ ને પ્રમાણીત કરી આપવાનો હુકમ કર્યો અને તે હુકમ મા એવો પણ નિર્દેશ કર્યો કે વારસાઇ અંગે ની તકરાર નો નિર્ણય લેવાનો અધિકાર કે હકુમત નથી તેથી વારસાઇ અંગે દિવાની અદાલત માંથી દાદ મેળવવી પડે, સુશીલ પરમાર નાઓએ નાયબ કલેકટર તરીકે તેમના અધિકાર અને હકુમત ની ઉપરવટ જઈને ખોટુ સરકારી રેકર્ડ બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરવા શાંતાબેન તે મનજીભાઇ પરમાર ની પત્ની અને સાગર અંબારામ ફુલતરીયા ને જમીન હડપ કરવા મદદગારી કરી કાવતરૂ ઘડવાના મુખ્ય આરોપી તરીકે અને બીજા ખોટા દસ્તાવેજી પુરાવાઓ બનાવવા અને ખોટા સહી સિક્કાઓ કરવાના ગુનાઓ ઓળવા પોતાના સરકારી હોદ્દા નો દુરૂપયોગ કરી શાંતાબેન ના નામે મહેસુલી દફતર મા પડેલ નોંધ નં.ર૩૮૭૧ પ્રમાણીત કરાવી ફરીયાદ વાળી જમીન સાગર અંબારામ ફુલતરીયા ને વેચાણ દસ્તાવેજ નં.૮૪૫/૨૦૨૫ તા.૦૮/૦૧/૨૦૨૫ કરવાનો ગુનો આચરવામાં આવેલ છે અને તે દસ્તાવેજ ની નોંધણી ના કામે પરેશ બાબુલાલ ભટ્ટી અને પારેખ યુનીલાલ દેવકરણ નાઓ એ ઓળખ આપી ને ગુનો કરેલ છે.

અમોને મળેલ જાણકારી મુજબ સાગર અંબારામભાઈ ફુલતરીયા, અતુલ મુકુંદરાય જોષી અને બિપીન પ્રજાપતિ નાઓ એ ફરીયાદ વાળી જમીન પચાવી પાડવા સાગર અંબારામભાઇ ફુલતરીયા ના અનેક બેંકો મા ખાતા હોવા છતાં આ જ બેંક મા તા.૦૪/૦૯/૨૦૨૪ ના રોજ ખાતુ ખોલાવીને બેંક ચેક-આર.ટી.જી.એસ. થી શાંતાબેન ને નાણાં આપવા શાંતાબેનના નામનુ ઓનલાઈન બેંક એકાઉન્ટ તા.૨૧/૦૯/૨૦૨૪ નાં રોજ મોરબી ની આઈ.ડી.એફ.સી. ફર્સ્ટ બેંક મા ખોલાવીને શાંતાબેનના એકાઉન્ટ મા વેચાણ દસ્તાવેજ ના અવેજ રૂ.૮૩,૭૦,૦૦૦/- બેંક એકાઉન્ટ થી આપેલ. બાદ મા આ શાંતાબેન નું ખાતુ અને એ.ટી.એમ. સાગર ફુલતરીયાએ જ ઓપરેટ કરી તે તમામ નાણાં સાગર અંબારામભાઇ ફુલતરીયા ની પેઢી મીત એન્ટરપ્રાઇસીઝ મા જમા લઈ લીધા છે. સાગર અંબારામભાઇ ફુલતરીયા ના તરફ થી સતીષભાઈ ના પત્ની રશ્મીબેન ને તા.૦૩/૧૦/૨૦૨૪ નાં રોજ રૂ.૩,૦૦,૦૦૦/- ચેક થી અને આર.ટી.જી.એસ. થી રૂ.૭,૦૦,૦૦૦/-આપ્યા છે. તેમજ કુંભમેળા માં જઈને પ્રયાગરાજ તેમજ ઉજ્જેન મા આ શાંતાબેન ના એ.ટી.એમ. નો ઉપયોગ કરી પૈસા ઉપાડેલ છે.

આ ગુનો કરવામા સાગર અંબારામ ફુલતરીયા અને અતુલ મુકુંદરાય જોષી અને અભણ અને અશક્ત વૃધ્ધ શાંતાબેન ના પરિવાર ના સભ્યો પૈકી સતીષભાઈ અને તેની પત્ની રશ્મિબેન મારફત શાંતાબેન પાસે અંગુઠાઓ કરાવી ને ખોટા દસ્તાવેજી પુરાવાઓ બનાવવા મદદગારી લીધેલ છે.

અમો ફરીયાદી ના પરિવાર દલવાડી જાતિ ના નકુમ અટક ધરાવે છે. કુદરતી રીતે બેચરભાઈ ડુંગરભાઈ નકુમ નો પુત્ર છે તેમના પરિવાર ના ઘણા સભ્યો રેકર્ડ પર નોંધાયેલ છે. શાંતાબેન નામની મહિલા પાસે ખોટુ જાહેર કરાવેલ છે કે, તે બેચરભાઈ ડુંગરભાઇ ડાભી ની એક માત્ર પુત્રી છે. આમ ગુનો આચરવાના કામે આવુ કરાયેલ છે.

ખરેખર આ શાંતાબેન યુવાળીયા કોળી જાતિ ના છે તેના પિતા ગેલાભાઈ કારૂ મોજે ગામ જાજાસર તા.માળીયા, જી.મોરબી ના છે. સાગર અંબારામભાઇ ફુલતરીયા માળીયા તાલુકા ના તરઘડી ગામ ના સરપંચ હોવાથી અને અતુલ જોષી પણ માળીયા તાલુકા ના ગામો મા ખોટ પુરાવાઓ રજુ કરીને ખેડૂત ખાતેદાર બનેલ હોવાથી ગેલાભાઈ કારૂ ની દિકરી શાંતાબેન ના પુત્રો મારફત શાંતાબેન નો ઉપયોગ કરીને ખોટા દસ્તાવેજી પુરાવાઓ અને ખોટુ રેકર્ડ બનાવરાવી તેને સાચા તરીકે રજુ કરી અમારી જમીન હડપ કરવા નો ગુનો કરવાનું કાવતરૂ ઘડી ને એક પછી એક ખોટા પુરાવાઓ બનાવી તેને સાચા તરીકે રજુ કરી અને હુકમ તરીકે ખોટુ સરકારી રેકર્ડ બનાવીને ગુનો આચરવામાં આવેલ છે.

ઉપર મુજબની અરજી થતાં મોરબી શહેરમાં ચર્ચો વધી ગઈ છે હવે જોઈએ આગામી સમયમાં આ કેસમાં સાચું શું નીકળે છે ? ખરેખર મોરબીના અધિકારી, પત્રકાર, નોટરી વિરુદ્ધ કાર્યવાહી થશે કે નિર્દોષ જાહેર થશે..

Back to top button
error: Content is protected !!