MORBI મોરબી મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે આયોજિત ગણેશ મહોત્સવ નું સમાપન કરાયું..

MORBI મોરબી મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે આયોજિત ગણેશ મહોત્સવ નું સમાપન કરાયું..
મોરબી મહાનગર પાલિકા ના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ કમિશનર સ્વપ્નિલ ખરે (IAS) ના માર્ગદર્શન અને UCD વિભાગ સાથે સંકલન દ્વારા સંચાલક શ્રી સિદ્ધિ ખાદી ગ્રામોદ્યોગ કેળવણી સંસ્થા દ્વારા સંચાલિત છે.. આશ્રય ગૃહ ખાતે દરેક ધર્મ ના તહેવારો અને રાષ્ટ્રીય પર્વો ની ઉજવણી ભાવભેર શ્રદ્ધા પૂર્વક કરવામાં આવે છે ..તાજેતરમા શ્રી ગણેશ મહોત્સવ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દસ દિવસ સુધી શ્રો ગણપતિ દાદા ની આરતી, પૂજા અર્ચના એને સાંસ્કૃતિક કાર્યક્રમો ના આયોજન પણ કરવામાં આવ્યા હતા.આ તમામ આયોજન માં સ્થાનિક આશ્રિત લાભાર્થીઓ મુખ્ય સહભાગી બન્યા હતા અને લાભ મેળવ્યો હતો. આ ઉપરાંત મોરબી માળિયા ના ધારાસભ્ય શ્રી કાંતિલાલ અમૃતિયા, મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે (IAS) સાહેબ સહિત જુદા જુદા વિભાગીય અધિકારીઓ ,મોરબી જિલ્લા ની મોટા ભાગ ની સામાજિક સંસ્થાઓ, ના પ્રતિનિધિઓ, અને રાજકીય કાર્યકરો, ઉપરાંત સખી મંડળ ના સભ્યો, સહીત બહોળી સંખ્યામાં ભાવિકો એ આ દુર્લભ ધર્મલાભ લીધો હતો. શ્રી ગણેશ વિસર્જન ના દિવસે શ્રી સત્યનારાયણ ભગવાનની કથા નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. અને તા.6 સપ્ટેમ્બર ના શુભ દિવસે ભાવ પૂર્વક વિધિ વિધાન અને શાસ્ત્રોક્ત વિધિ પૂર્વક ગણપતિ બાપા મોરિયા .. અગલે બરસ ફિર જલ્દી આના.. ના ગગનભેદી નારાઓ સાથે વાજતે ગાજતે સંસ્થા ના પ્રતિનિધિઓ એ શ્રી ગણેશ વિસર્જન કરાયું હતુ.











