MORBI:મોરબીના વજેપર વિસ્તારમાં સવૅ નંબર 602 જમીન કૌભાંડમાં મહિલા સહિત બે વ્યકિતઓ વિરુદ્ધ ગુન્હો નોંધાયો
MORBI:મોરબીના વજેપર વિસ્તારમાં સવૅ નંબર 602 જમીન કૌભાંડમાં મહિલા સહિત બે વ્યકિતઓ વિરુદ્ધ ગુન્હો નોંધાયો
મોરબીના વજેપર વિસ્તારમાં સર્વે નંબર 602 જમીન કૌભાંડ બહાર આવ્યું જેમાં હાલ બે વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાય છે જેમાં શાંતાબેન મનજીભાઈ પરમાર અને સાગર અંબારામભાઈ ફુલતરીયા( તરઘડી સરપંચ) બને વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે જે ફરિયાદના આધારે હાલ પોલીસે તપાસ શરૂ કરી છે.
ત્યારે આ સમગ્ર મામલે મળતી માહિતી મુજબ આ કામના ફરિયાદી ભીમજીભાઈ બેચરભાઈ નકુમ એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે, આ કામના ફરિયાદીની વજેપર ગામની સીમમાં ખાતા નંબર 158 સર્વે નંબર 602 વાળી જમીન પંચાસર રોડ મામાદેવના મંદિરની બાજુમાં આવેલ છે જે જમીન સંયુક્ત ભાઈઓ ભાગની જમીન છે. જે જમીનનો કબજો હાલ ફરિયાદી પાસે હોય પરંતુ પરિવારમાં વારસદારોની સંખ્યા વધુ હોવાના કારણે અને અજ્ઞાનતાના કારણે વારસાઈ નોંધ રેવન્યુ રેકોર્ડમાં થયેલ ન હોય તેનું લાભ ઉઠાવી આ કામના આરોપી શાંતાબેન બેચરભાઈ ડાભી નામની મહિલા એ સાગરભાઈ અંબારામભાઈ ફુલપરીયા રહે તરઘડી વાળાને દસ્તાવેજ કરી દીધેલ હોવાની જાણ આ કામના ફરિયાદીને થતા વકીલ મારફતે અલગ અલગ કચેરીઓમાં અરજી કરી. તપાસ કરાવતા એવું જાણવા મળેલ છે ગત તારીખ I 10 10 જુલાઈ 2024 ના રોજ આ જમીનમાં વારસાઈ કરવા માટે શાંતાબેન મનજીભાઈ પરમાર એ ખોટું સોગંદનામુ કરી તેના આધારે ખોટી વારસાઈ પેઢી આંબો બનાવી, આ શાંતાબેન બેચરભાઈ ડાભી કે જે મનજીભાઈ પરમાર ના પત્ની એ સર્વે નંબર 602 વાળી જમીનના મૂળ આસામી બેચરભાઈ ડુંગરભાઈ નકુમની પુત્રી શાંતાબેન બેચરભાઈ ડાભી હોવાની ખોટી શાખ ઉભી કરી આ કીમતી જમીનમાં પોતે વારસાઈ નોંધ પાડવા મામલતદાર તથા ઈ ધરા કેન્દ્ર મોરબી ખાતે ૧૬ જુલાઈ 2024 ના રોજ હક પત્રની નોંધ દાખલ કરવા અંગે અરજી કરેલ હતી જેમાં અરજદાર તરીકે શાંતાબેન બેચરભાઈ ડાભી વાઈફ ઓફ મનજીભાઈ પરમાર છે.અને ફરિયાદ આધારે જો વાત કરીએ તો શાંતાબેન બેચરભાઈ ડાભી વાઈફ ઓફ મનજીભાઈ પરમાર રહે ત્રાજપર વાળા ખરેખર જાતે કોળી હોય અને તેમના પિતા નું નામ ગેલાભાઈ ખોડાભાઈ કારૂ કોળી છે. છતાં વારસદાર તરીકે ખોટું સોગંદનામુ કરી તેમના માતા પિતાના ખોટા મરણના દાખલા રજૂ કરી ખોટો વારસાઈ આંબો બનાવી સર્વે નંબર 602 વાળી જમીન 16 જુલાઈ 2024 થી વારસાઈ કરાવી શાંતાબેન એ સાગર અંબારામભાઈ ફુલતરીયાએ 86,70,000 વેચી દીધી હતી મહિલા શાંતાબેન બેચરભાઈ ડાભી વાઈફ ઓફ મનજીભાઈ પરમાર અને સાગર અંબારામભાઈ ફુલતરીયા આ બંનેએ સાથે મળીને કાવતરું રચી ખોટા દસ્તાવેજો ઉભા કરીને આ જમીન પચાવી પાડવાનું ષડયંત્ર રચ્યું હોવાની હાલ સીટી એ ડીવીઝન ફરીયાદ નોંધાય છે. ત્યારે હાલ ફરિયાદના આધારે પોલીસ કાયદેસરની કાર્યવાહી કરી રહી છે. આરોપી સાગર અંબારામભાઈ ફુલતરીયા એ શાંતાબેન બેચરભાઈ ડાભી વાઈફ ઓફ મૈનજીભાઈ પરમાર સાથે મળીને આ તમામ કાવતરું ઘડયું હોય અને આ કીમતી જમીન ના ખોટા દસ્તાવેજો ઊભા કરીને આ કીમતી જમીન પચાવી પાડી હોવાની આ બનાવમાં સી ટી એ ડીવીઝન પોલીસે નોંધી બને આરોપીઓ વિરુદ્ધ ગુન્હો રજીસ્ટર કયૉ