GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:ભારે વરસાદ ના પગલે મોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા સ્થળાંતરિતો માટે ફુડ પેકેટ બનાવવાનું અવિરતપણે ચાલુ

MORBI:ભારે વરસાદ ના પગલે મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા સ્થળાંતરિતો માટે ફુડ પેકેટ બનાવવાનું અવિરતપણે ચાલુ

 

 

લાડવા-ગાંઠીયા, સુખડી, ભાત, પુરી,શાક, કઢી, ખીચડી સહીતની ભોજન સામગ્રી પુરી પાડી સ્થળાંતરિતોને ભરપેટ ભોજન પીરસી જઠરાગ્નિ તૃપ્ત કરતી મોરબી ની સંસ્થા.

રામધન આશ્રમ-મોરબી ના મહંત પ.પૂ.રતનેશ્વરીદેવીજી ની ઉપસ્થિતી માં કચ્છ જતાં પ્રવાસીઓને આશ્રય આપતું મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર.

હરહંમેશ માનવસેવા માટે અગ્રેસર શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી દ્વારા કુદરતી તેમજ માનવસર્જીત આફત સમયે સવિશેષ સેવા પ્રદાન કરવામાં આવે છે ત્યારે તાજેતર માં મોરબી જીલ્લા માં થયેલ અતિવૃષ્ટી ના પગલે સ્થળાંતરીતો માટે ફુડપેકેટ બનાવવા ની કામગીરી અવિરતપણે સંસ્થા દ્વારા ચાલુ રખાઈ છે. ગઈકાલે મોરબી જીલ્લા વહીવટી તંત્ર ની સુચનાથી મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા ૧૦૦૦૦ ફુડપેકેટ બનાવવામાં આવ્યા હતા તે ઉપરાંત આજે પણ ફુડપેકેટ બનાવવાનુ સંસ્થા દ્વારા અવિરતપણે ચાલુ રાખવામાં આવ્યુ છે.


જેમાં લાડવા-ગાંઠીયા, સુખડી, પૂરી-શાક, ભાત, ખીચડી, કઢી સહીત ની ભોજન સામગ્રી પ્રદાન કરી સ્થળાંતરિતો ને ભરપેટ ભોજન પીરસી તેમની જઠરાગ્નિ તૃપ્ત કરવામાં આવી રહી છે.તે ઉપરાંત કચ્છ જતાં પ્રવાસીઓને પણ મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે આશ્રય આપવામાં આવ્યો છે. મોરબી રામધન આશ્રમ ના મહંત પ.પૂ. રતનેશ્વરી દેવીજી સહીત ના સંતો-મહંતો એ મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ની રૂબરૂ મુલાકાત લઈ સેવાકાર્ય ની સરાહના કરી આશિર્વાદ અર્પણ કર્યા હતા.
સંસ્થા ના અગ્રણી શ્રી ગીરીશભાઈ ઘેલાણી ના નેતૃત્વ માં કાર્યરત સેવાકાર્ય માં શ્રી રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ, શ્રી જલારામ સેવા મંડળ, શ્રી જલારામ મંદિર મહિલા મંડળ સહીત ની સંસ્થા ના અગ્રણીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!