
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

તાજેતરમાં વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં મહીસાગર નદી પર આવેલો મુજપુર ગંભીરા બ્રિજ તૂટી પડવાની ધટનાના પગલે આજરોજ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઇ પટેલ તેમજ માર્ગ અને મકાન વિભાગ રાજ્યના કાર્યપાલક ઇજનેર શ્રી કેતન કુંકણા તેમજ તેઓની ટીમ સાથે લવચાલી બ્રિજનું સંયુક્ત નિરીક્ષણ કર્યું હતું.
ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં આવેલ લવચાલી બ્રિજનું સંયુક્ત નિરીક્ષણ કરી શ્રી વિજયભાઇ પટેલે બ્રિજ અંગે જરૂરી સુચનો કર્યાં હતાં. તેમજ ડાંગ જિલ્લામાં તમામ જૂના બ્રિજોની યોગ્ય મરામત થાય તે તેમજ જરૂજ જણાય તો જૂના બ્રિજના નવા બ્રિજ બનાવવા સુચન કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લામાં આવેલ તમામ મેજર તથા માઇનર બ્રિજનું દર વર્ષે ચોમાસા પૂર્વે અને ચોમાસા બાદ જિલ્લા કાર્યપાલક ઇજનેરશ્રી તથા નાયબ કાર્યપાલક ઇજનેરશ્રીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવે છે. જેમાં ટેકનીકલ પાસાઓ જેવા કે, બ્રિજ ટ્રાફિકેબલ, રીપેરીંગ વર્ક તથા મરામતની જરૂરિયાત, બ્રિજના આયુષ્ય, બ્રિજ ના પ્રકાર, બ્રિજના સ્પાન વગેરેનું વર્ગીકરણ કરી અને તે મુજબ માર્ગદર્શન હેઠળ નિરીક્ષણ કરવામાં આવે છે.




