BHARUCHBHARUCH CITY / TALUKO

નબીપુર નજીક આવેલા માંચ ગામે ગાંજાની ગેરકાયદેસર ખેતી ઝડપાઈ, પોલીસે કુલ 11.20 લાખના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ

સમીર પટેલ, ભરૂચ

 

ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે નબીપુરના માંચ ગામે ગાંજાની ગેરકાયદેસર ખેતી ઝડપી પાડી છે.પોલીસે કુલ 11.20 લાખના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરી છે.

ભરૂચ જિલ્લામાં ચાલી રહેલા નો ડ્રગ્સ ઇન ભરૂચ અભિયાનને વધુ ગતિ મળી છે. ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે નબીપુર નજીક આવેલ માંચ ગામની રહેણાંક મિલ્કતમાં ગેરકાયદે ગાંજાની ખેતી ઝડપવામાં સફળતા મેળવી છે.SOG ટીમને મળેલી બાતમીના આધારે કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન માંચ ગામના જુના ભીલવાડામાં રહેણાંક મકાનના વાડામાં ઉગાડવામાં આવેલા 22.400 કિલો જેટલા ગાંજાના છોડ મળી આવ્યા હતા.પોલીસે કુલ રૂપિયા 11.20 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આ ગેરકાયદે ગાંજાની ખેતીના આરોપી જીવણ વસાવાની ધરપકડ કરી છે. તેની સામે નબીપુર પોલીસ મથકે NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!