
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
યાત્રાધામ શામળાજી માં કાર્તિકી પૂર્ણિમા ની ઉજવણી કરાઈ, લાખો ભક્તો એ કર્યા શામળીયાના દર્શન
કારતક સુદ એકમ થી કારતક પૂર્ણિમા સુધી કુલ 15 દિવસનો ગુજરાતમાં મોટામાં મોટો મેળો શામળાજી નો મેળો જેમાં આ સાલે પણ શામળાજી માં પૂર્ણિમા નો મેળો ભરાયો હતો અને દૂર દૂર થી લાખો ભક્તો મોટી સંખ્યા માં ઉમટ્યા હતા અને કાળીયા ઠાકર ના દર્શન માટે ભક્તોની મોટી લાઈનો લાગી હતી પૂનમના દિવસે શામળિયા ભગવાનને અનોખો શણગાર કરાયો હતો દિવસ દરમિયાન અલગ અલગ મહોરથ ના દર્શન કરવાનો લ્હાવો પણ ભક્તોએ લીધો હતો બીજી બાજુ ખાસ શામળાજી ખાતે આવેલ નાગધરો કુંડ માં ભક્તો ની ભીડ જામી હતી જેમાં ઐતિહાસિક નાગધરો કુંડ માં સ્નાન નો અનેરો મહિમા છે પિતૃ તર્પણ અને સ્નાન ની પિતૃઓ ને મોક્ષ ની વિધિ કરવામાં આવે છે યજમાનો ભૂદેવો દ્વારા પિતૃ તર્પણ કરાવ્યા હતા તર્પણ વિધિ બાદ નાગધરો કુંડ માં સ્નાન કર્યું સ્નાન બાદ પહેરેલ વસ્ત્રો કુંડ પાસે છોડવાથી પિતૃઓ ને સદગતી મળે એવી માન્યતા પણ માનવામાં આવે છે આમ શામળાજી ખાતે કારતક પૂર્ણિમા નો અનેરો મહિમાં રહેલો છે




