અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી – મોડાસા: ગેલક્ષી કોમ્પ્લેક્સમાં આગનો બનાવ :ATM સહીત 4 દુકાનો આગની ઝપેટમાં
મોડાસા શહેરના વ્યસ્ત વિસ્તારમાં આવેલ ગેલક્ષી કોમ્પ્લેક્સ, જે બસપોર્ટ સામે આવેલ છે, ત્યાં આજે અચાનક આગ લાગવાની ઘટના બની હતી.આ આગ એટલી વિકરાળ હતી કે HDFC બેન્કના ATM સહિત અન્ય 4 દુકાનો આગના ઝપેટમાં આવી ગઈ હતી.
સ્થાનિક લોકો દ્વારા તત્કાળ માહિતી આપવામાં આવતા, પાલિકા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને આગ પર કાબૂ મેળવ્યો. દુકાનોમાં પડેલા સામાનને પણ મોટું નુકસાન થયું હોવાનું અનુમાન છે, જોકે હજુ સુધી સચોટ નુકસાનીનો અંદાજ આવ્યો નથી.આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે. આગ શોર્ટ સર્કિટથી લાગી હોઈ શકે છે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ સચોટ કારણ માટે વધુ તપાસ હાથ ધરવામાં આવશે.સદનસીબે કોઈ જાનહાનિ થઇ નથી.