AHAVADANGGUJARAT

Dang: સાપુતારા પોલીસની ટીમે પિકઅપમાં દારૂની હેરાફેરી કરતા બે ને ઝડપી પાડી ૭.૯૬ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં પોલીસ અધિક્ષક યશપાલ જગાણીયાનાં માર્ગદર્શન હેઠળ સાપુતારા પોલીસ મથકનાં પી.આઈ.આર.એસ.પટેલની ટીમે સાપુતારા આંતર રાજય ચેકપોસ્ટ પર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર રોક લગાવવા માટે વાહન ચેકીંગ હાથ ધર્યું હતુ.અહી સાપુતારા પોલીસ સ્ટાફનાં માણસોએ વાહન ચેકીંગ દરમિયાન ડુપ્લીકેટ રજીસ્ટ્રેશન નંબર પ્લેટ લગાવી અશોક લેલન્ડ પીકઅપ ગાડીમાં ભરેલ ખાલી કેરેટોની આડમાં ગેરકાયદેસર વિદેશીદારૂની હેરાફેરી કરનાર બે ઇસમોને ઝડપી પાડ્યા હતા.તેમજ ૭.૯૬ લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો. ડાંગ જિલ્લાના સાપુતારા પોલીસ મથકના પીઆઇ આર.એસ પટેલનાં માર્ગદર્શન હેઠળ સાપુતારા પોલીસ સ્ટાફના માણસો આંતરરાજ્ય બોર્ડર સાપુતારા પોલીસ ચેકપોસ્ટ પર વાહન ચેકીંગ કરી રહ્યા હતા.તે દરમિયાન મહારાષ્ટ્ર રાજ્ય તરફથી એક અશોક લેલન્ડ કંપનીનો ખાલી કેરેટો ભરેલ પીકઅપ ગાડી રજી.નં.MH-18-BZ- 2336 આવતા તેને રોકી ગાડીમાં તપાસ કરતા,તેમાં બીજી રજીસ્ટ્રેશન નંબર પ્લેટ લગાડી પિકઅપ ગાડીમાં ખાલી કેરટોની આડમાં સંતાડેલ ભારતીય બનાવટનો વિદેશીદારૂની અલગ-અલગ બ્રાન્ડની વ્હીસ્કી, વોડકા, ટીન બીયર તથા બ્રેઝરની નાની મોટી બોટલ અને ટીન મળી આવી હતી.જે બાદ સાપુતારા પોલીસે પિકઅપ ગાડીમાંથી મળી આવેલ કુલ દારૂનો જથ્થો જેની કિંમત રૂપિયા ૪,૮૭,૭૦૫/- તથા અશોક લેલન્ડ પીકઅપ જેની કિંમત રૂપિયા ૩ લાખ તથા પ્લાસ્ટીકના કેરેટ નંગ ૭૦ જેની કિંમત રૂપિયા ૨૧૦૦/- તથા  મોબાઇલ ફોન નંગ-૨ જેની કિંમત રૂપિયા ૬,૫૦૦/- એમ મળી  કુલ કિંમત રૂપિયા ૭,૯૬,૩૦૫/- નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.તેમજ  પિકઅપ ગાડીમાં સવાર રવિન્દ્ર વિઠ્ઠલ પાટીલ (ઉ.વ.૪૩,રહે. દેવભાને તા.જી.ધુલીયા મહારાષ્ટ્ર) અને રામ ભુપેન્દ્રસિંહ ઉર્ફે ભુપતસિંહ ઝાલા (ઉ.વ.૨૨ , રહે.સુરત ભાટેના પંચશીલનગર મકાન નં.૮૦૧/૪ સુરત શહેર) ની અટકાયત કરવામાં આવેલ છે.અને કમલા ઉર્ફે પ્રકાશ (રહે. ડીંડોલી,સુરત)ને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે.આ બનાવને પગલે સાપુતારા પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે..

Back to top button
error: Content is protected !!