GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI :મોરબી ખાતે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે

MORBI :મોરબી ખાતે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે

 

 

રોજગાર વિનિમય કચેરી- મોરબી દ્વારા આગામી તારીખ ૦૭/૦૩/૨૦૨૫ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે શ્રી યુ.એન.મહેતા આર્ટસ કોલેજ, ભડીયાદ રોડ, નઝરબાગ રેલવે સ્ટેશન પાસે, મોરબી ખાતે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ભરતી મેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને ઉમેદવારોની વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે. ખાનગી ક્ષેત્રમાં નોકરી મેળવવા ઇચ્છુક/ નોન મેટ્રીક/ એસએસસી/ એચએસસી/ આઇટીઆઇ/ સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા ૧૮ થી ૩૫ વર્ષના વયજૂથમાં સમાવિષ્ટ ઉમેદવારોએ તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફસ, આધારકાર્ડ, બાયોડાટા વગેરે જરૂરી સાધનિક કાગળો સાથે સ્વ-ખર્ચે અત્રે જણાવેલા ભરતીના સ્થળ પર નિયત સમયે અને તારીખે અચુક ઉપસ્થિત રહેવું.

તેમજ રોજગાર વિનિમય કચેરી, મોરબી ખાતે નામ નોંધણી નહીં કરાવેલા ઉમેદવારો પણ આ કાર્યક્રમમાં હાજર રહી શકશે. તેમ જિલ્લા રોજગાર અધિકારીશ્રી, મોરબીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Back to top button
error: Content is protected !!