જામનગરમાં કાલે રોજગાર ભરતી મેળો

*જામનગર આવતીકાલે તા.06 સપ્ટેમ્બરના રોજગાર ભરતીમેળો યોજાશે*

*જામનગર તા.05 સપ્ટેમ્બર,* જિલ્લા રોજગાર કચેરી, એસ.ટી.ડેપો સામે, જામનગર ખાતે આવતીકાલે તારીખ 06 સપ્ટેમ્બરના રોજ સવારે 10:30 કલાકે જોબફેરનું આયોજન કરવામાં આવ્યું છે. આ રોજગાર ભરતી મેળામાં વિવિધ ખાનગી ક્ષેત્રના નોકરી દાતાઓ ઉપસ્થિત રહેશે.

તેમજ આ રોજગાર ભરતી મેળામાં સ્થળ પર જ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. ભરતી મેળામાં 18 વર્ષથી 35 વર્ષના વયજૂથમાં સમાવિષ્ટ રોજગારવાંચ્છુ ઉમેદવારોએ પોતાના શૈક્ષણિક લાયકાત તેમજ અનુભવના પ્રમાણપત્રોની નકલો સાથે ઉક્ત જણાવેલા સ્થળ પર સમયસર ઉપસ્થિત રહેવું. તેમ જિલ્લા રોજગાર કચેરી અને મોડેલ કેરિયર સેન્ટર, જામનગર દ્વારા જણાવાયું છે.

*000000*

Back to top button
error: Content is protected !!