BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

મહિલાએ પરિવારની ગાડીનું સ્ટિયરીંગ સંભાળ્યું, ઘરની આર્થિક સ્થિતિ કથળી તો સ્કૂલવાન ચલાવવાનું શરૂ કર્યું, પતિને સાથ આપી અન્ય મહિલાઓને પ્રેરણા આપી

 

સમીર પટેલ, ભરૂચ

ભરૂચમાં રહેતી એક મહિલા કોરોના કાળ બાદ આર્થિક તંગીના કારણે બની એક સ્કૂલવાન ડ્રાઈવર પોતાના પતિ અને પરિવારનું ગુજરાન ચલાવવા માટે સ્કૂલવાન ચલાવી આજના વિશ્વ મહિલા દિવસ નિમિત્તે અન્ય મહિલાઓ માટે એક પ્રેરણારૂપ બની છે. તો આવો આજે આપણે જાણીએ ભરૂચમાં સ્કૂલવાન ચલાવતી મહિલાની કહાની….

હાલના સમયમાં મહિલાઓ પુરુષ કરતા ઘણા સ્તરે આગળ નીકળી ગઈ છે. કોઈપણ વ્યવસાય હોય કે ગૃહ ઉદ્યોગ પોતાની જાતે મહેનત કરીને હંમેશા અવ્વલ નંબરે રહેતી હોય છે. આજના યુગમાં દરેક મહિલાઓ અલગ અલગ ક્ષેત્રમાં પોતાની ક્ષમતા મુજબની કામગીરી કરીને પતિ અને પરિવારને આર્થિક સહાય કરી છે.ત્યારે ભરૂચ જિલ્લાના હલદરવા ગામમાં રહેતા આરતીબેન ધર્મેશભાઈ પટેલ નારીશક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.તેઓ છેલ્લા બે વર્ષથી સ્કૂલવાન ચલાવે છે અને પોતાના પતિને આર્થિક રીતે મદદ કરી રહ્યા છે.

આજના વિશ્વ મહિલા દિવસ નિમિત્તે સ્કૂલવાન ચલાવતા ભરૂચના મહિલા આરતીબેન પટેલ સાથે વાતચીત કરી હતી.આરતી પટેલે જણાવ્યું હતું કે,સમગ્ર વિશ્વને હચમચાવી દેનાર કોરોના મહામારીએ અનેક પરિવારોની આર્થિક રીતે કમ્મર તોડી નાખી હતી.લોકો નોકરી ધંધા વગર પોતાના પરિવારનું જીવન નિર્વાહ કઈ રીતે ચલાવવું તે માટે ભારે મુશ્કેલીઓમાં મુકાયા હતા.મારા પતિ પણ સ્કૂલવાન ચલાવીને અમારું ગુજરાન પૂરું પાડતા હતા પરતુ કોરોના મહામારીના કારણે સ્કૂલો બંધ થતાં તેમના પરિવારને ભારે આર્થિક સંકડામણનો સામનો કરવો પડ્યો હતો જેથી પતિને મદદ રૂપ થવા તેમની પાસેથી ફોરવીલ ગાડી શીખીને આજે સ્કૂલવાન ચલાવીને પતિની સાથે બાળકોને મૂકવા અને લાવવાની કામગીરી કરી રહી છું.તેઓ આજે મારથી ખૂબ ખુશ છે તેઓ એક મહિલા હોય વાલીઓ પણ તેમના બાળકોને તેમની પાસે સ્કુલમાં મોકલતા ગભરાતા નથી.

આજે તેમના પતિ ધર્મેશ પટેલ પણ તેમના પત્ની પર ગર્વ કરી રહ્યા છે. કારણ કે તેમના પત્ની આરતી પોતાનું ઘર અને કામ બંને સારી રીતે સંભાળીને અન્ય મહિલાઓ માટે એક ઉદાહરણરૂપ જીવન જીવી રહ્યા છે.આ વ્યવસાય માત્ર કમાણી નહીં,પરંતુ અન્ય મહિલાઓ માટે પ્રેરણારૂપ પણ બની શકે છે.

Back to top button
error: Content is protected !!