MORBI:મોરબી જિલ્લામાં વાંકાનેર ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ
MORBI:મોરબી જિલ્લામાં વાંકાનેર ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ
મોરબી જિલ્લામાં વિકાસ સપ્તાહ ની ઉજવણી અંતર્ગત મોરબી મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વિકાસ સપ્તાહના ભાગરૂપે કસ્તુરબા ગાંધી વિદ્યાલય વાંકાનેર ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં સાયબર સેફ્ટી અને સોશિયલ મીડિયા નો સુરક્ષિત ઉપયોગ, ડિજિટલ વિશ્વ માં સાવચેતી રાખવાની જાગૃતિ ઉત્પન્ન કરવા અંગેનો સંદેશો આપવામાં આવ્યો તથા ગુડ ટચ અને બેડ ટચ વિષયક માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. ઉપરાંત સેલ્ફ ડિફેન્સ ડેમો દ્વારા બાલિકાઓને પ્રાયોગિક રીતે રક્ષણ તકનિક શીખવવામાં આવી હતી. કાર્યક્રમના અંતમાં વિધાર્થીનીઓને બેટી બચાવો બેટી પઢાવોની થીમ પર તૈયાર કરવામાં આવેલા કપ(મગ)નું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ તથા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા.