MORBI મોરબી નેક્સિયન સર્ફેસેસ પ્રાઇવેટ લિમિટેડ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી

MORBI મોરબી નેક્સિયન સર્ફેસેસ પ્રાઇવેટ લિમિટેડ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી
મોરબી નજીક આવેલી નેક્સિયન સર્ફેસેસ પ્રાઇવેટ લિમિટેડ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં PHC સેન્ટર ઘૂટુના ડોક્ટર તથા તેમની મહિલા ટીમ ખાસ ઉપસ્થિત રહી હતી.
આ પ્રસંગે ડોક્ટર ટીમે કંપનીમાં કાર્યરત મહિલા કર્મચારીઓને મહિલાઓના આરોગ્ય, મહિલાઓને થતી સામાન્ય તકલીફો તથા તેના નિવારણ અંગે વિગતવાર માહિતી આપી. સાથે જ સ્વસ્થ જીવનશૈલી અને સમયસર આરોગ્ય ચકાસણી અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું, જેથી મહિલાઓમાં આરોગ્ય પ્રત્યે વધુ જાગૃતિ આવે.
કાર્યક્રમના અંતે કંપની તરફથી તમામ મહિલા કર્મચારીઓને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભેચ્છાઓ પાઠવી અને તેમને ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવી.
કંપની મેનેજમેન્ટે જણાવ્યું હતું કે મહિલાઓના આરોગ્ય અને સશક્તિકરણ માટે આવા કાર્યક્રમો અત્યંત જરૂરી છે અને આવનારા સમયમાં પણ આવી જાગૃતિસભાઓ યોજવામાં આવશે.









