GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી ક્રાંતિકારીઓ તથા મહાપુરુષો પ્રતિમાઓની સાફ સફાઈ પ્રકાશિત કરવામાં તંત્રને રજૂઆત!

MORBI:મોરબી ક્રાંતિકારીઓ તથા મહાપુરુષો પ્રતિમાઓની સાફ સફાઈ પ્રકાશિત કરવામાં તંત્રને રજૂઆત!

 

મોરબીમાં ક્રાંતિકારીઓ અને મહાપુરુષોની પ્રતિમાઓની યોગ્ય જાળવણીના અભાવે હાલત અત્યંત દયનીય બની છે. આ ગંભીર મુદ્દે જાગૃત નાગરિકો દ્વારા મોરબી મહાનગરપાલિકાના કમિશનરને લેખિત રજૂઆત કરવામાં આવી છે અને સત્વરે સફાઈ તેમજ સમારકામ કરવાની માંગ ઉઠાવી છે.

​રજૂઆત જણાવ્યા અનુસાર મોરબી શહેરમાં આવેલી ક્રાંતિકારીઓ અને મહાપુરુષોની પ્રતિમાઓની હાલત અત્યંત દયનીય છે. આ એ મહાન વિભૂતિઓ છે જેમણે દેશ માટે બલિદાન આપ્યા, પણ આજે તેમની પ્રતિમાઓ ધૂળ ખાઈ રહી છે અને અંધારામાં છે! પ્રતિમાઓની નિયમિત સફાઈ થાય. જર્જરિત પ્રતિમાઓનું તાત્કાલિક સમારકામ થાય. રાત્રિના સમયે યોગ્ય રોશની (લાઈટો) ની વ્યવસ્થા થાય.​મોરબી મહાનગરપાલિકાના કમિશનરને જાગૃત નાગરિક દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. આશા છે કે તંત્ર જાગશે અને આપણા આદર્શોનું સન્માન જળવાશે. અમને પૂર્ણ વિશ્વાસ છે કે આપ આ બાબતની ગંભીરતા સમજીને વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરશો.

Back to top button
error: Content is protected !!