MORBI:મોરબીમાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ઈસમ પાસા તળે જેલ હવાલે

MORBI:મોરબીમાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ઈસમ પાસા તળે જેલ હવાલે
મોરબી: પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલા ઇસમને મોરબી ક્રાઈમ બ્રાન્ચે પાસા હેઠળ ડીટેઇન કરી સુરત લાજપોર મધ્યસ્થ જેલ હવાલે કર્યો છે, જીલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પાસા વોરંટ ઈશ્યુ થતાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી જીલ્લામાં પ્રોહીબીશનના વધતા ગુનાઓ સામે કડક પગલાં લેતા જીલ્લા પોલીસ તંત્રએ એક વધુ મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી છે. મોરબી સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ઈસમ રવિભાઈ ભુદરભાઈ પનારા ઉવ.૨૪ રહે. નળખંભા ગામ તા. થાન જી. સુરેન્દ્રનગર વાળા સામે પાસા અંતર્ગત દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજિસ્ટ્રેટને મોકલવામાં આવી હતી. જીલ્લા મેજિસ્ટ્રેટએ તેમના વિરુદ્ધ પાસા વોરંટ ઈશ્યુ કર્યુ હતું. આ વોરંટની બજવણી માટે એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્ક્વોડની સંયુક્ત ટીમે આરોપીની અટક કરી પાસા હેઠળ તેને ડીટેઇન કરી સુરત લાજપોર મધ્યસ્થ જેલ હવાલે કરવામાં આવ્યો છે.






