NANDODNARMADA

રાજપીપળા DGVCL સાથે 50.38 લાખનો વિશ્વાસઘાત કરનાર કંપની ના ત્રણ ભાગીદારો વિરુદ્ધ ફરિયાદ

રાજપીપળા DGVCL સાથે 50.38 લાખનો વિશ્વાસઘાત કરનાર કંપની ના ત્રણ ભાગીદારો વિરુદ્ધ ફરિયાદ

 

રો.મટીરીયલ પૈકીના એમ. એસ. એંગલ (50 X 50 X 6MM) જેની અંદાજીત કિંમત જમા નહી કરાવી વિશ્વાસઘાત કર્યો

 

રાજપીપળા : જુનેદ ખત્રી

 

રાજપીપળા ખાતે આવેલ વીજ કંપની સાથે લાખોની છેતરપિંડી કરનાર કંપની ના સંચાલકો વિરુદ્ધ વીજ કંપની ના ઇજનેર એ પોલીસ ફરિયાદ આપી છે.

મળતી વિગતો અનુસાર નાયબ ઈજનેર દક્ષિણ વિજ કંપની લી. રાજપીપળા નાઓ એ આપેલ ફરિયાદ મુજબ મે.જે.ડી ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ભાગીદારો જેમાં રાજુવાડીયા પટેલ ફળિયામાં રહેતા પટેલ જીગ્નીશા ધર્મેન્દ્રકુમાર, ધર્મેન્દ્રકુમાર મહેન્દ્ર પટેલ.અને ત્રીજા કચ્છ-ભુજ ના કોટડા ઉગમણા ના રહીશ ધર્મેશ દિનેશ પરવડીયા નાઓને દક્ષિણ ગુજરાત વિજ કંપની લી. વિભાગીય કચેરી રાજપીપળા એ તા.31 માર્ચ 2020 થી તા.29 એપ્રિલ 2024 સુધી ફેબ્રીકેટેડ વસ્તુઓ બનાવવા આપેલ રો.મટીરીયલ માથી વિવિધ ફેબ્રીકેટેડ વસ્તુઓ બનાવી દક્ષિણ ગુજરાત વિજ કંપની લી. ખાતે જમા કરાવેલ પરંતુ આપેલ રો.મટીરીયલ પૈકીનુ 75.668 MT એમ.એસ.એંગલ (50 X 50 X 6MM) જેની અંદાજીત કિંમત રૂપિયા 50,38,240 નુ દક્ષિણ ગુજરાત વિજ કંપની લીમીટેડ વિભાગીય કચેરી રાજપીપળા ખાતે આજ દિન સુધી જમા નહી કરાવી પોતાના અંગત ફાયદા સારૂ પોતાના અંગત કામોમા ઉપયોગમાં લઈ દક્ષિણ ગુજરાત વીજ કંપની લીમીટેડ, રાજપીપલા સાથે વિશ્વાસઘાત કરી ગુનો કર્યો હોય રાજપીપળા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

 

આ કૌભાંડ બહુ સમય થી ચાલી રહેલો હતો. પણ જીણવટ પૂર્વક તપાસ અને યોગ્ય જવાબ ના મળતા જીઇબી ન અધિકારીઓ એ આવવા ની ફરિયાદ કરી છે. જો પોલીસ દ્વારા જીણવટ પૂર્વક તપાસ થાય તો મોટો ભ્રષ્ટાચાર બહાર આવે તેમ છે. આવી આખા જિલ્લા માં કેટલી એજન્સી છે. તેની તપાસ પણ થવી જોઈએ, હવે જોવાનું રહ્યું આ બાબતે પોલીસ કેટલી ને કઈ રીતે તપાસ કરશે. શું મોટો ભ્રષ્ટાચાર બહાર આવશે કે પછી આ પણ કોઈ ઉચ્ચ અધિકારી ન કહેવાતા બસ તપાસ રહશે એ લોક ચર્ચા ચાલી રહી છે.

Back to top button
error: Content is protected !!