GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO
Halvad:હળવદ જુના ઢવાણાથી નજીકથી વિદેશી દારૂની બોટલ સાથે ઈસમ ઝડપાયો

Halvad:હળવદ જુના ઢવાણાથી નજીકથી વિદેશી દારૂની બોટલ સાથે ઈસમ ઝડપાયો
હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન તાલુકાના જુના ઢવાણાથી નવા ઢવાણા જવાના રસ્તે બાઇક રજી.નં. જીજે-૧૩-એન-૬૧૬૬ ઉપર શંકાસ્પદ હાલતમાં નીકળેલ એક યુવકને રોકી તેની તલાસી લેતા બાઈકની સાઈડમાં લગાડેલ રેગજીનના થેલામાંથી વિદેશી દારૂની ગ્રીન લેબલ વ્હિસ્કીની એક બોટલ મળી આવતા તુરંત આરોપી સન્નીભાઈ ઉર્ફે પુષ્પરાજ તુલસીભાઈ ચૌહાણ ઉવ.૧૯ રહે.જુના ઢવાણા તા.હળવદની સ્થળ ઉપરથી અટક કરવામાં આવી હતી. આ સાથે પોલીસે આરોપી પાસેથી બાઇક તથા વિદેશી દારૂની એક બોટલ સહિત કુલ ૧૦,૩૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી સામે હળવદ પોલીસ મથકમાં પ્રોહી.હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






