કાલોલના બોરું ટર્નિંગ વિસ્તારમાં હાઈવે ઉપર તંત્ર દ્વારા આપેલી ખાતરી મુજબ નવો કટ બનાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી.
તારીખ ૧૦/૦૯/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલના બોરું ટર્નિંગ પાસે વારંવાર અકસ્માત સર્જાય છે,આવા અકસ્માતો વારંવાર ન સર્જાય અને નાગરિકોની સલામતી જળવાય તે અભિગમ સાથે બોરું ટર્નિંગ પાસે રોડ ક્રોસિંગ અથવા સર્કલ કરવા તેમજ રોડ પરના દબાણો દૂર કરવા માટે જિલ્લા કલેકટરને પંચમહાલ સાંસદ રાજપાલસિંહ જાદવ સાથે સ્થાનિકોએ લેખિતમાં રજૂઆત કરી હતી જેના ભાગરૂપે જીલ્લા કલેક્ટર અને પોલીસ વડા ની સૂચના મુજબ આજે પ્રાંત અધિકારી અને નાયબ કલેક્ટર નિરીલ મોદી તથા અન્ય મામલતદાર નગરપાલિકા ઈજનેર અને અન્ય અધિકારીઓ પાલિકાના કાઉન્સિલરો જાગૃત નાગરીકો ની હાજરીમાં બોરુ ટર્નિગ વિસ્તારમાં આવ્યા હતા અને ટોલ કંપની ના અધિકારી ને જરૂરી સુચનાઓ આપી પંદર દિવસ મા આ સમસ્યાનો ઉકેલ લાવવા હાલનો ડિવાઇડર બંધ કરી નવો ડિવાઇડર નાખવા માટે ખાતરી આપી હતી જે મુજબ આજે તેરમાં દિવસે નવો કટ આપવા ની કામગીરી શરૂ કરવામાં આવી છે. આમ સાંસદ રાજપાલસિંહ જાદવ ના હકારાત્મક અભિગમ ને કારણે તંત્ર દ્વારા આપેલ ખાતરી મુજબ કામ શરૂ કરવામાં આવ્યું છે મળતી માહિતી મુજબ સાંસદ રાજપાલસિંહ જાદવ પણ આજરોજ આ સ્થળની મુલાકાત લેનાર છે.