GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA ટંકારાની સિવિલ હોસ્પિટલ નજીકથી  હાથ બનાવટી દેશી પિસ્તોલ સાથે ઈસમ ઝડપાયો 

 

TANKARA ટંકારાની સિવિલ હોસ્પિટલ નજીકથી  હાથ બનાવટી દેશી પિસ્તોલ સાથે ઈસમ ઝડપાયો

 

 

મોરબી ક્રાઇમ બ્રાંચ પોલીસ ટીમ ટંકારા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીને આધારે ટંકારાની ખીજડીયા ચોકડીથી આગળ અમરાપર ગામ જવાના રસ્તે સિવિલ હોસ્પિટલની બાજુમાંથી રાજકોટના અતિ સંવેદનશીલ વિસ્તાર એવા જંગલેશ્વરના એક ઇસમને દેશી બનાવટની મેગ્ઝીન વાળી પિસ્તોલ સાથે ઝડપી લેવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ મોરબી એલસીબી પોલીસ ટીમને સયુંકતમાં બાતમી મળેલ કે ખીજડીયા ચોકડીથી અમરાપર ગામ જવાના રસ્તા તરફ સિવિલ હોસ્પિટલ બાજુમાં એક શખ્સ પિસ્તોલ જેવા હથિયાર સાથે ઉભો હોવાની ચોક્કસ બાતમીને આધારે તુરંત બાતમી મુજબની જગ્યાએ તપાસ કરતા ઉભેલ શખ્સને કોર્ડન કરી તેની તલાસી લેતા પેન્ટના નેફામાંથી લોખંડની દેશી હાથ બનાવટની મેગ્ઝીનવાળી પિસ્તોલ મળી આવી હતી. તથા પેન્ટના ખિસ્સામાંથી એક ખાલી મેગ્ઝીન મળી આવતા તુરંત આરોપી સબ્બીરભાઈ રફીકભાઈ મીર ઉવ.૧૯ રહે.રાજકોટ જંગલેશ્વર કનૈયા ચોક શેરી નં.૯ વાળાની ધરપકડ કરી તેની પાસેથી પિસ્તોલ તથા ખાલી મેગ્ઝીન સહિત ૧૦,૫૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી સામે ટંકારા પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ અને જીપી એક્ટ હેઠળ ગુનો દાખલ કરાવી આગળની વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!