MORBIMORBI CITY / TALUKO

મોરબી દેશીપીસ્તોલ સાથે ઈસમ ઝડપાયો

મોરબી જિલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠીએ કાયદો અને વ્યવસ્થા અન્વયે ગેરકાયદેસર હથિયાર રાખતા ઇમસોને શોધી કાઢી કાર્યવાહી કરવા સુચના કરતા જે અન્વયે એમ.પી.પંડ્યા , પોલીસ ઇન્સ્પેકટર ,એસ.ઓ.જી.ના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.સ્ટાફ પ્રયત્નશીલ હોય તે દરમ્યાન પોલીસ કોન્સ . આશીફભાઇ રહીમભાઇ રાઉમાને બાતમી મળેલ કે , એક ઇસમ શરીરે રેકઝીનનુ કેશરી કલરનુ જાકીટ અને નીચે આછા વાદળી કલરનુ જીન્સનુ પેન્ટ પહેરેલ ઇસમ તેનુ નામ અહેમદભાઇ જુશબભાઇ કટીયા રહે . મોરબી વાળો હાલમા મોરબી વીસીપર મેઇન રોડ ગર્લ્સ હાઇસ્કુલ પાસે રોડ ઉપર આંટાફેરા કરી રહ્યો છે . તેની પાસે એક દેશી હાથ બનાવટની પીસ્તોલ છે . જે બાતમી આધારે હકીકત વાળી જગ્યાએ જઇ વોચમાં રહી કોર્ડન કરી નીચે જણાવેલ નામ સરનામા વાળો ઇસમ પીસ્તોલ તથા જીવતા કાર્ટીઝ સાથે મળી આવતા આર્મ્સ એક્ટ મુજબની કાર્યવાહી કરી..

પકડાયેલ આરોપીનુ નામ , સરનામું : અહેમદભાઇ જુશાબભાઇ કટીયા જાતે મીયાણા ઉવ .૩૫ ધંધો સેન્ટીંગ કામ રહે.મોરબી અયોધ્યાપુરી રોડ , મચ્છુ માંતાની જગ્યાની સામે , જુની પાણીની ટાંકી વાળી શેરીમાં તા.જી.મોરબી

પકડાયેલ મુદ્દામાલ : ( ૧ ) ગે.કા.દેશી બનાવટની પીસ્તોલ નંગ -૧ કિ.રૂપીયા ૧૦,૦૦૦ / ( ૨ ) જીવતા કાર્ટીઝ નંગ -૧ કિ.રૂપીયા ૧૦૦ / – મળી કુલ કિ.રૂપીયા ૧૦,૧૦૦ / – ના મુદ્દામાલ મોરબી સીટી બી ડીવી . પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Back to top button
error: Content is protected !!