GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના રાજપર ગામે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની બોટલો સાથે ઈસમ ઝડપાયો

MORBI:મોરબીના રાજપર ગામે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની બોટલો સાથે ઈસમ ઝડપાયો
મોરબી તાલુકા પોલીસ ટીમે બાતમીને આધારે રાજપર ગામે જુના ગામ જુના ઝાપાવાળી શેરીમાં આવેલ રહેણાંક મકાનમાં દારોડો પાડતા વિદેશી દારૂની મેકડોવેલ્સ વ્હિસ્કીની શીલપેક ૫૦ બોટલ મળી આવી હતી. ત્યારે આ સાથે આરોપી જયદીપભાઇ જીવણભાઇ જીલરીયા ઉવ-૨૪ રહે.રાજપર જુના ગામ જુના ઝાંપાવાળી શેરીવાળાની સ્થળ ઉપરથી ધરપકડ કરવામાં આવી છે. હાલ પોલીસે વિદેશી જથ્થો કબ્જે લઈ પકડાયેલ આરોપી સામે પ્રોહી. હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






