MORBI:મોરબીના ભરતનગર ગામ નજીક કારખાનાની લેબર ઓરડીમાંથી વિદેશી દારૂની બોટલો સાથે ઈસમ ઝડપાયો
MORBI:મોરબીના ભરતનગર ગામ નજીક કારખાનાની લેબર ઓરડીમાંથી વિદેશી દારૂની બોટલો સાથે ઈસમ ઝડપાયો
મોરબી તાલુકાના ભરતનગર ગામ નજીક આવેલ કારખાનાની લેબર કોલોનીની ઓરડીમાં તાલુકા પોલીસે પૂર્વ બાતમીને આધારે રેઇડ કરતા વિદેશી દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરતા મૂળ રાજસ્થાનના વતની યુવકને દારૂની બોટલ સાથેઝડપાયો
મોરબી તાલુકા પોલીસ ટીમને બાતમી મળેલ કે હરીપર(કેરાળા) ગામ જવાના રસ્તે ભરતનગર ગામની સીમમાં આવેલ કમ્ફર્ટ ચેયર કારખાનાની લેબર કોલોનીમાં રહેતો કલારામ ઉર્ફે કૈલાસ નામનો રાજસ્થાની યુવક પોતાના કબ્જા વાળી ઓરડીમાં વિદેશી દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરતો હોય જે મુજબની બાતમી મળતા કમ્ફર્ટ ચેયર કારખાનની લેબર કોલોનીની ઓરડી નં.૫ માં રેઇડ કરી હતી. ત્યારે ઓરડીમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૧૪૯ નંગ બોટલ મળી આવી હતી. આ સાથે આરોપી કલારામ ઉર્ફે કૈલાશ હંસારામ અર્જુનરામ દયા ઉવ-૧૯ રહે.વેડીયા ગામ જી.બાડમેર (રાજસ્થાન)વાળો હાજર મળી આવતા તેની સ્થળ ઉપરથી અટકાયત કરી વિદેશી દારૂની જથ્થો કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહી. હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.