
તા. ૨૨. ૦૭. ૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ તાલુકાના દશલા ગ્રામ પંચાયત ખાતે આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું
તારીખ ૧૫ જુલાઈથી ૨૮ જુલાઈ હિપેટાઇટિસ દિવસની ઉજવણી કરવાની હોય છેે જે અંતર્ગત આજરોજ તા.૨૨.૦૭.૨૦૨૪ ના રોજ જિલ્લા ક્ષય અને એચઆઈવી અધિકારી ડો.આર.ડી પહાડિયા તાલુકા આરોગ્ય અધિકારી ડૉ ભગીરથ બામણીયાના માર્ગદર્શન હેઠળ સીએસસી કતવારા ના આગાવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દસલા ગ્રામ પંચાયત ખાતે ચાંદીપુરમ, ટીબી, એડ્સ,હેપેટાઇટિસ બી જેવા રોગો વિશે IEC પ્રચાર પ્રસાર કરવામાં આવી અને લોકોને પત્રિકા પોસ્ટરના માધ્યમથી સમજ આપવામાં આવી જેમાં ગામના સરપંચ ગરવાળ ચતુરીબેન કનુભાઈ તથા તલાટી શ્રી પટેલ અભિભાઈ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સુપરવાઇઝર સેજલબેન તેમજ આગાવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ આઈસીટીસી કાઉન્સિલર વિનોદકુમાર વિ.પસાયા હાજર રહ્યા હતા





