HALVAD:હળવદમાં અપહરણના ગુન્હામાં છેલ્લા 18 વર્ષથી નાસતા ફરતા ઇસમ ઝડપાયો

HALVAD:હળવદમાં અપહરણના ગુન્હામાં છેલ્લા 18 વર્ષથી નાસતા ફરતા ઇસમ ઝડપાયો
હળવદ પોલીસ સ્ટેશનના છેલ્લા ૧૮ વર્ષથી અપહરણના ગુનાના આરોપીને મોરબી જીલ્લાના રવાપર નદી ગામના પાટીયા પાસેથી મોરબી AHTU ટીમે ઝડપી પાડયો છે.
મોરબી AHTU ટીમને ખાનગી રાહે માહીતી મળેલ હતી કે, હળવદ પોલીસ સ્ટેશનના અપહરણના ગુન્હાના કામનો આરોપી નારાયણભાઇ ઉર્ફે નારસંગ મોતીભાઇ શિહોરા (ઉ.વ.૪૪) રહે. મુળ કેદારીયા તા.હળવદ જિ.મોરબી હાલ રહે. રવાપર નદી ગામની સીમ, વાળો ફરીયાદીની સગીર વયની દિકરીને રાણેકપર ગામ તા.હળવદ જિ.મોરબી ખાતેથી અપહરણ કરી ભગાડી ગયેલ હોય જે આરોપી નારાયણભાઇ ઉર્ફે નારસંગ મોતીભાઇ શિહોરાને મોરબી જિલ્લાના રવાપર નદી ગામના પાટીયા પાસે હોવાની માહીતી મળતા AHTU ટીમ સાથે મોરબી તાલુકા વિસ્તારમા તપાસમાં હોય તાત્કાલિક બાતમીવાળી જગ્યાએ પહોંચી રવાપર નદી ગામના પાટીયા પાસેથી આરોપી તથા ભોગબનનારને હસ્તગત કરી હળવદ પોલીસ સ્ટેશનમા સોપવામાં આવેલ છે.








