GUJARATKUTCHMANDAVI

આર્મ્ડ ફોર્સ દ્વારા સ્મૃતિવન મેમોરિયલ એન્ડ મ્યૂઝિયમ ખાતે વિવિધ હથિયારોનું પ્રદર્શન યોજાયું

૨૫ જાન્યુઆરી સુધી મુલાકાતીઓ હથિયારોના પ્રદર્શનને નિહાળી શકશે.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશભાઈ મહેશ્વરી – બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.

ભુજ, તા -૨૫ જાન્યુઆરી : ભુજના સ્મૃતિવન મેમોરિયલ એન્ડ મ્યૂઝિયમ ખાતે તા. ૨૪ અને ૨૫ જાન્યુઆરી, ૨૦૨૫ એમ બે દિવસ સુધી આર્મ્ડ ફોર્સ દ્વારા વિવિધ હથિયારોનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે. સવારે ૯.૦૦ કલાકથી સાંજના ૫.૦૦ કલાક સુધી મુલાકાતીઓ વિવિધ હથિયારો જેવા કે, લાઈટ મશીનગન, એન્ટી-ક્રાફ્ટ મિસાઈલ, યુદ્ધમાં ઉપયોગી વિશાળ ટેન્ક વગેરે નિહાળી શકશે. આર્મીના નિષ્ણાંત તજજ્ઞો દ્વારા નાગરિકોને વિવિધ હથિયારો વિશે રોચક માહિતી આપવામાં આવી રહી છે. આર્મી બેન્ડ દ્વારા વિવિધ પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી રહી છે. સ્મૃતિવન પાર્કિંગ પરિસરમાં આયોજિત આ હથિયાર પ્રદર્શનની રેન્જ આઇજીશ્રી ચિરાગ કોરડીયા, બ્રિગેડિયરશ્રી સુનેન્દ્રસિંઘ એસએમ, નિવાસી અધિક કલેક્ટરશ્રી અને ગાંધીધામ મહાનગર પાલિકા કમિશનરશ્રી મિતેષ પંડ્યા, સ્મૃતિવનના ડાયરેક્ટરશ્રી મનોજ પાંડે, કર્નલશ્રી રાઠોડ, મેજરશ્રી રીનુપ તથા સહિતના મહાનુભાવોએ મુલાકાત લીધી હતી. પ્રથમ દિવસે કચ્છની વિવિધ શાળાઓના બાળકો અને મુલાકાતીઓએ ઉત્સાહભેર પ્રદર્શનને નિહાળ્યું હતું.

Back to top button
error: Content is protected !!