GUJARATHALOLPANCHMAHAL

હાલોલ-જિલ્લા એલસીબી પોલીસે નવજીવન હોટલ પાસેથી કન્ટેનરમાંથી લઈ જવાતો 33.65 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો,એક ઇસમની અટકાયત

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૭.૬.૨૦૨૪

પંચમહાલ જિલ્લા એલસીબી પોલીસે બાતમીના આધારે હાલોલ ની હોટલ નવજીવન પાસે રૂ.33.65 લાખ નો ભારતીય બનાવટનો વિદેશી દારૂની જથ્થો તેમજ રૂ.10 લાખ નું કન્ટેનર સાથે એક ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પંચમહાલ ગોધરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક આર.વી.અસારી નાઓએ પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી નાઓને અત્રેના જિલ્લામાં દારૂની અસામાજીક પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા માટે જરૂરી સુચના અને માર્ગદર્શન આપતા તે સુચના અને માર્ગદર્શન હેઠળ પંચમહાલ જિલ્લા એલસીબી ના પીઆઇ એન.એલ.દેસાઈ અને તેમની ટીમ ને પ્રોહીબીશનની હેરાફેરી કરતા ઇસમો ઉપર વોચ રાખી દરોડા કરવા સુચના કરતા તે સૂચના સંદર્ભે પંચમહાલ જિલ્લા એલ.સી.બી.પોલીસ ને ખાનગી રાહે બાતમી મળી હતી કે કાલોલ મલાવ ચોકડી બાજુથી એક ક્રેન વડે ટોચણ (ટોંઇગ) કરી એક ટાટા ૧૧૦૯ મોડલ કન્ટેનર સફેદ કલરની આવે છે.તે કન્ટેનરમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે.અને તે કન્ટેનર હાલોલ નવજીવન હોટલ તરફ આવે છે.તેવી મળેલ પાક્કી બાતમીબા આધારે જિલ્લા એલ.સી.બી.ટીમે હાલોલ નવજીવન હોટલના સામે હાઇવે રોડ ઉપર નાકાબંધી કરી ટાટા કન્ટેનર ને તેના ચાલક સાથે ઝડપી પાડી કંન્ટેનરમાં તપાસ કરતા ભારતીય બનાવટ નો વિદેશી દારૂ ની 701 પેટીઓ કોટરીયા નંગ 33648 રૂપિયા 33,64,800/- ની જથ્થો મળી આવતા પોલીસે રૂપિયા 10 નું કન્ટેનર અને ઝડપાયેલ કન્ટેનર ચાલક પાસેથી રોકડ રકમ 6650/- રૂપિયા 10000/- નો મોબાઈલ મળી કુલ રૂપિયા 43,81,450/- ના મુદ્દામાલ સાથે ચાલક દિનેશભાઇ રમેશભાઈ વ્યાસ ઉ.વ.40 રહે શીતલ નગર જૈન મંદિર સામે વિરાર વેસ્ટ, તા.વસઈ, જી.પાલગર મહારાષ્ટ્ર ને ઝડપી પાડી કન્ટેનર નો માલિક તથા બીજા અન્ય પાંચ સામે પ્રોહિબિશન નો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!