વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
“પ્રાકૃતિક ખેતી, બરછટ અનાજ (મિલેટ્સ) અને સાયબર સુરક્ષા” વિષય અંતર્ગત વાર્ષિક ખાસ શિબિરનું આયોજન ખેરગામ કોલેજના આચાર્ય એસ એમ પટેલની આગેવાનીમાં લીમઝર ખાતે યોજવામાં આવ્યો હતો.જેની પૂર્ણાહુતી પ્રસંગે સમારંભના પ્રમુખ ચંપાબેન રૂમશીભાઈ કુંવર-જિ.પં.સદસ્ય, સરપંચ નૂતનબેન એમ. પટેલ, એસ.એમ.સી અધ્યક્ષ સંગીતાબેન એમ. ગાંવિત ઉપસ્થિત રહ્યા હતા.આચાર્ય ડો.પટેલે “સાત દિવસીય શિબિરમાં સૌ સ્વયંસેવકોની કામગીરી બિરદાવી હતી.સૌ સ્વયંસેવકો રચનાત્મક કાર્યક્રમો થકી સમાજકલ્યાણ અને રાષ્ટ્રકલ્યાણ કરવામાં સહભાગી બની જીવનમાં ઉન્નતિના શિખરો સર કરે એવા આશીર્વાદ આપ્યા હતા.સાત દિવસીય સમગ્ર કાર્યક્રમમાં મફત સર્વરોગ આયુર્વેદિક/હોમિયોપેથીક નિદાન અને સારવાર કેમ્પ, યોગા, વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ, વન્યજીવ સંરક્ષણ એક્ટ, ડોર ટુ ડોર સર્વેક્ષણ, બાળકો માટે રમત-ગમતની પ્રવૃત્તિ, પ્રાકૃતિક ખેતી અને બરછટ અનાજ આધારિત બૌદ્ધિક વ્યાખ્યાન, સાયબર સુરક્ષા આધારિત બૌદ્ધિક વ્યાખ્યાન, શાળા કેમ્પસ અને જાહેર સ્થળોની સાફ-સફાઈ તથા કેલીયા ડેમ જેવા પ્રવાસન સ્થળોની મુલાકાત તેમજ પશુપાલન તેમજ બાયફ સંશોધન કેન્દ્ર જેવા વ્યાવસાયિક સ્થળોની મુલાકાત હાથ ધરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ્ય શિબિરાર્થીઓને વ્યવસાયિક માર્ગદર્શન પૂરું પાડવાનો હતો.શાળામાં શિબિરાર્થીઓ દ્વારા આયોજિત રમત-ગમતમાં વિજેતા થયેલા 155 બાળકોને ઇનામ વિતરણ તથા શિબિરાર્થીઓને શિબિર પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.