TANKARA: ટંકારા પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ઇસમને પાસા તળે જેલ હવાલે

TANKARA: ટંકારા પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ઇસમને પાસા તળે જેલ હવાલે
મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલના માર્ગદર્શન તથા નાયબ પોલીસ અધિક્ષક સમીર સારડાની સૂચના અનુસાર ટંકારા પોલીસ દ્વારા પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલા ઇસમ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.
ટંકારા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.એમ.છાસીયાના નેતૃત્વ હેઠળ પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલા ઇસમ સામે પાસા એક્ટ હેઠળ દરખાસ્ત તૈયાર કરી મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી. ઝવેરી સમક્ષ મોકલવામાં આવી હતી. જે અંતર્ગત આરોપી અકીલભાઈ ફીરોજભાઈ સીડા (સંધી), ઉંમર 32 વર્ષ, ધંધો ડ્રાઈવર, રહે. જુનાગઢ (બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તાર, નરસિંહ સ્કૂલ વિસ્તાર) વિરુદ્ધ પાસા વોરંટ જારી કરવામાં આવ્યું હતું. વોરંટના અમલ માટે પોલીસ ઇન્સ્પેક્ટર કે.એમ.છાસીયાના માર્ગદર્શન હેઠળ ટંકારા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફની વિશેષ ટીમ બનાવી આરોપીની સત્વરે અટકાયત કરવામાં આવી હતી. આરોપીને આજ રોજ તારીખ 10/01/2026 ના રોજ પાસા એક્ટ હેઠળ ડીટેઇન કરી લાજપોર મધ્યસ્થ જેલ, સુરત ખાતે હવાલે કરવામાં આવ્યો છે. ટંકારા પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીથી અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્વોમાં કડક સંદેશો પહોંચ્યો હોવાનું જણાયું છે.







