
તા.૨૯.૦૧.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ એસ.ઓ.જી.એ ૭૯ લાખથી વધુના ગાંજાના જથ્થા સાથે બે આરોપીઓને પકડી પાડ્યા
દાહોદના દેવગઢ બારિયા તાલુકાના નાડાતોડ ગામમાં ગાંજાના મોટા જથ્થા સાથે બે આરોપી પોલીસના જાળમાં. એસ.ઓ.જી. દ્વારા રેડ દરમિયાન ૭૯ લાખથી વધુ કિંમતના ગાંજાના છોડ અને સૂકા ગાંજાની જપ્તી દાહોદ એસ.ઓ.જી.એ ગુપ્ત માહિતીના આધારે નાડાતોડ ગામના પટેલ ફળીયામાં રેડ કરી, એક ખેતરમાં ગાંજાનું વાવેતર ઝડપ્યું. પોલીસના જણાવ્યા પ્રમાણે, અહીં ૪૫૫ ગાંજાના છોડ મળી આવ્યા હતા, જેનું કુલ વજન ૭૯૦.૪૦૦ કિલોગ્રામ છે. આ જથ્થાની કિંમત અંદાજે ૭૯,૦૪,૦૦૦ રૂપિયા થાય છે.





