MORBI:મોરબી થી ચોટીલા પગપાળા માઁ ચામુંડા ની આરાધના માટે જતા મોરબી-માળીયા ના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા પરિવાર નું અભિવાદન કરતા જલારામ ધામના અગ્રણીઓ
MORBI:મોરબી થી ચોટીલા પગપાળા માઁ ચામુંડા ની આરાધના માટે જતા મોરબી-માળીયા ના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા પરિવાર નું અભિવાદન કરતા જલારામ ધામના અગ્રણીઓ
મોરબી થી ચોટીલા પગપાળા માઁ ચામુંડા ની આરાધના માટે જતા મોરબી-માળીયા ના ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા પરિવાર નું અભિવાદન કરતા મોરબી જલારામ ધામ તથા લોહાણા સમાજ ના પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી સહીતનાં અગ્રણીઓ.
મોરબી થી ચોટીલા પગપાળા કુળદેવી માઁ ચામુંડા ની આરાધના માટે મોરબી-માળીયા ૬૫-વિધાનસભા ના ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા તથા તેમના પરિવારે પદયાત્રા નો પ્રારંભ કર્યો છે ત્યારે વાંકાનેર મુકામે તેમનુ રાત્રી રોકાણ પ્રજ્ઞેશભાઈ પટેલ ના વ્યવસાયિક પ્રતિષ્ઠાન ખાતે રાખવામાં આવેલ છે, ત્યારે મોરબી ના જુના જનસંઘી, કાંતિભાઈ અમૃતિયા ના શુભચિંતક એવા મોરબી લોહાણા મહાજન ના પ્રમુખ તથા જલારામ ધામ-મોરબી ના પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી તથા જલારામ ધામ-મોરબી ની ટીમે વાંકાનેર મુકામે અમૃતિયા પરિવાર ની શુભેચ્છા મુલાકાત લીધી હતી. મોરબી જલારામ ધામ ના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, પારસભાઈ ચગ, ચિરાગભાઈ રાચ્છ, સી.ડી.રામાવત સહીતના અગ્રણીઓએ સંતો-મહંતો ની પ્રેરક ઉપસ્થિતી માં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, તેમના સુપુત્ર પ્રથમભાઈ અમૃતિયા સહીતના અમૃતિયા પરિવાર ના સદસ્યો તેમજ પ્રજ્ઞેશભાઈ પટેલ સહીતના અગ્રણીઓનુ શાલ ઓઢાળી અભિવાદન કર્યુ હતુ તેમજ તેમની પદયાત્રા સફળતાપૂર્વક સંપન્ન થાય, માઁ ચામુંડા તેમના પરિવાર ની તમામ મનોકામનાઓ પરિપૂર્ણ કરે તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી.