MORBi:નવરાત્રી પર્વની ખરીદીમાં ઉપડેલી જન્મેદની; નગર દરવાજા ચોકમાં ભરચક ગીરદી
MORBi:નવરાત્રી પર્વની ખરીદીમાં ઉપડેલી જન્મેદની; નગર દરવાજા ચોકમાં ભરચક ગીરદી
(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
મોરબી શહેરની જનતા ઉત્સવપ્રિય છે કોઈપણ ઉત્સવ આવે તેમની ઉજવણી દમદાર અને શાનદાર હોય છે હવે નવરાત્રી એટલે માં દુર્ગાના ગુણગાન ગાવાનો અવસર લોકો ભક્તિભાવથી પ્રથમ નોરતે જ માતાજીના નવા શણગાર સજે છે અને તેની ખરીદી માટે આજે મોરબીની તમામ બજારો માં ટ્રાફિક જોવા મળ્યો છે તેમાં સૌથી વધુ ટ્રાફિક નગર દરવાજા ચોકમાં જોવા મળ્યો હતો. વાહન કઈ બાજુ ચલાવવું અને કઈ બાજુ નીકળવું તેની પણ ગતાગમ પડતી ન હતી એવા સમયે ટ્રાફિક પોલીસના ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર કે.એમ.છાસીયા સાહેબના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ શ્રી ઠક્કર તેમજ કોન્સ્ટેબલ ભાનુભાઈ, દેવાયતભાઈ તથા ટ્રાફિક બ્રિગેડના કર્મચારીઓ ઓ એ સતત ટ્રાફિક નિયમન કરીને લોકોને ઓછી મુશ્કેલી પડે તેવી રીતે ટ્રાફિકને ડ્રાઇવ કરી રહ્યા હતા.