JAMNAGAR:જામનગર તાલુકાના પસાયા પ્રા.શાળાના શિક્ષકને ચિત્રકૂટ એવોર્ડ થી સન્માન

JAMNAGAR:જામનગર તાલુકાના પસાયા પ્રા.શાળાના શિક્ષકને ચિત્રકૂટ એવોર્ડ થી સન્માન
રીપોર્ટ લલીતભાઈ નિમાવત બાલંભા
જામનગર તાલુકાના પસાયા પ્રાથમિક શાળાના શિક્ષક છગનભાઈ પ્રાગદાસ નિમાવતને પૂજ્ય મોરારીબાપુના વરદ હસ્તે ચિત્રકૂટ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું જીવનનું એક યાદગાર અને ગૌરવપૂર્ણ ક્ષણ છે. આ સન્માન માત્ર મારા કાર્યનું નહીં પરંતુ શિક્ષણ ક્ષેત્ર પ્રત્યેની મારી નિષ્ઠા, સમર્પણ અને સતત પ્રયત્નોની કદર છે. આપનો વિશ્વાસ અને માન્યતા મને નવી ઊર્જા, આત્મવિશ્વાસ અને વધુ સારું કાર્ય કરવાની પ્રેરણા આપે છે.
આ સન્માન પાછળ આપનો સહયોગ, માર્ગદર્શન અને પ્રોત્સાહન અમૂલ્ય છે. આપ દ્વારા આપવામાં આવેલી શુભેચ્છાઓ અને સ્નેહભર્યા શબ્દો મારા હૃદયને સ્પર્શી ગયા છે. આવા સન્માનથી મને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે વધુ જવાબદારી અને પ્રતિબદ્ધતાની લાગણી અનુભવાય છે.
આપ સૌનો હું હૃદયપૂર્વક આભાર માનું છું અને આશા રાખું છું કે ભવિષ્યમાં પણ શિક્ષણના ક્ષેત્રમાં વધુ ઉત્તમ કાર્ય કરી સમાજ માટે ઉપયોગી બની શકું. આપનો સ્નેહ, આશીર્વાદ અને શુભેચ્છા સદાય મારા સાથે રહે તેવી પ્રાર્થના સાથે ફરી એકવાર દિલથી આભાર વ્યક્ત કરું છું.









