MORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:વાકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણી ને પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું.

WAKANER:વાકાનેર/કુવાડવા મતવિસ્તારના વર્તમાન ધારાસભ્ય જીતુભાઈ સોમાણી ને પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું.

 

 

ખાલી જગ્યાઓ 100% જિલ્લાફેર બદલી કેમ્પમાં બતાવી ઑનલાઈન/ઑફલાઈન જિલ્લાફેર બદલી કેમ્પ યોજવા બાબતે  વાકાનેર/કુવાડવા મતવિસ્તારના વર્તમાન ધારાસભ્ય જીતુભાઈ સોમાણી ને પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું.


તા. ૧૯/૧૦/૨૦૨૪, શનિવારના રોજ વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી યુવરાજસિંહ વાળા સાહેબ અને મહામંત્રીશ્રી નજરુદ્દીનભાઈ માથકિયા સાહેબના નેતૃત્ત્વ હેઠળ વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના સદસ્યો, સહમંત્રી જૈનુલઆબેદ્દીનભાઈ બાદી, મીડિયા પ્રચાર મંત્રી ધવલભાઈ મહેતા, કોપ સદસ્ય નરેન્દ્રભાઈ કાલરિયા તથા વાંકાનેર તાલુકાના શિક્ષક મિત્રોએ ટાઉનહૉલ, માર્કેટ ચોક વાંકાનેર ખાતે વાંકાનેર/કુવાડવા મતવિસ્તારના વર્તમાન ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણી સાહેબને રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ 100% જિલ્લાફેર બદલી કેમ્પમાં બતાવી ઑનલાઈન/ઑફલાઈન જિલ્લાફેર બદલી કેમ્પ યોજી પછી બાકી રહેતી જગ્યાઓ પર જ વિદ્યાસહાયક ભરતી કરવામાં આવે તેવી રજૂઆતને સરકારશ્રી સુધી પહોંચાડવા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. શ્રી જીતુભાઈ સોમાણી  વતી તેમના પ્રતિનિધિ શ્રી રમેશભાઈ વોરા આવેદનપત્ર સ્વીકાર્યું

Back to top button
error: Content is protected !!