MORBI:મોરબીમા શનાળા રોડ ખાતે આવેલ જ્ઞાનપથ સ્કુલ મા અર્પિત મહિલા ટ્રસ્ટે ત્રીવીધ કાર્યક્રમ યોજ્યો.

MORBI:મોરબીમા શનાળા રોડ ખાતે આવેલ જ્ઞાનપથ સ્કુલ મા અર્પિત મહિલા ટ્રસ્ટે ત્રીવીધ કાર્યક્રમ યોજ્યો.
તા.૨૬ ઓક્ટોબર ૨૦૨૪ ના રોજ અર્પિત મહિલા ટ્રસ્ટ મોરબી દ્વારા શનાળા રોડ, ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે આવેલ જ્ઞાનપથ સ્કુલ મા પી.એમ. વિશ્વકર્મા યોજના અંતર્ગત તાલીમ મેળવેલ તાલીમાર્થીઓ ને પ્રમાણપત્રો એનાયત કરવા તથા બાગાયત વિભાગ હેઠળ ‘કિચન કેનિંગ મહિલા વ્રુતિકા’ તાલીમ મેળવેલ તાલીમાર્થી બહેનો ને પ્રમાણપત્ર એનાયત કરવા અને શિક્ષણ ક્ષેત્રે એક દિકરીના સ્કુલ ફી મા આર્થીક સહયોગ આપનાર દાતાશ્રીઓ નેલ્સનભાઈ ગડારા (લીઓલી સીરામીક મોરબી), મહેન્દ્રસિંહ ઝાલા માજીસરંપચ ગામ રંગપર, જુર્ઝર અમીનમોહસીનભાઈ નિવૃત કર્મચારી મોરબી નગરપાલિકા અને રમેશભાઈ આહીર કર્મચારી એલ.ઈ. કોલેજ મોરબી ના સન્માન માટે સન્માન-કમ-આભાર પત્રો એનાયત કરવા ત્રીવીધ કાર્યક્રમ યોજવામા આવેલ. કાર્યક્રમમા ૧૦૦ થી ૧૫૦ જેવા લાભાર્થીઓ હાજર રહેલ, જેમા માન. ધારાસભ્યશ્રી કાંતીભાઈ અમૃતિયા અને ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથળીયા તેમજ દાતાશ્રીઓની પણ પ્રેરક ઉપસ્થિતી જોવા મળેલ. આ પ્રમાણપત્રો અને સન્માનપત્રો મહાનુભાવોના વરદ હસ્તે એનાયત કરવામા આવેલ. કાર્યક્રમનુ આયોજન ટ્રસ્ટ ના પ્રમુખ શ્રીમતી રંજનબેન ભાયાણી દ્વારા કરવામા આવેલ. કાર્યક્રમ ના સંચાલન અને માર્ગદર્શનનો દોરી સંચાર શ્રી હરેશકુમાર ખડોદરા દ્વારા કરવામા આવેલ અને છેલ્લે સંસ્થા ના કેન્દ્ર હેડ ધરમભાઈ વૈષ્ણવ દ્વારા આભારવિધી કરી કાર્યક્રમ પુર્ણ જાહેર કરવામા આવેલ.









