BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT
જંબુસર એસટી કંડક્ટરની પ્રામાણિકતા:મુસાફરનો ત્રણ લાખના સોના-દાગીના અને રોકડ ભરેલી બેગ માલિકને પરત કરી



સમીર પટેલ, ભરૂચ
જંબુસર એસટી ડેપોના કંડક્ટર ગજેન્દ્રભાઈએ પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. દેવલા રૂટની એસટી બસમાં મુસાફર નઈમ સબ્બીરભાઈ બાજીગર પોતાનો કિંમતી બેગ ભૂલી ગયા હતા. આ બેગમાં ત્રણ લાખ રૂપિયાના સોનાના દાગીના અને દસ હજાર રૂપિયા રોકડ હતા.
બસ જંબુસર એસટી ડેપો પર પરત ફરી ત્યારે કંડક્ટર ગજેન્દ્રભાઈએ બેગ જોયો. તેમણે બેગની તપાસ કરતાં અંદર કિંમતી દાગીના અને રોકડ રકમ મળી આવી. તેમણે તરત જ પોતાના ઉપરી અધિકારીઓને જાણ કરી હતી. એસટી તંત્રની સૂચના મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી. બેગના માલિક નઈમભાઈની ઓળખ કરવામાં આવી. તપાસ બાદ તેમને બોલાવીને બેગ પરત કરવામાં આવ્યો. નઈમભાઈએ પોતાનો કિંમતી સામાન સલામત પરત મળતાં ખુશી વ્યક્ત કરી. તેમણે એસટી તંત્ર અને કંડક્ટર ગજેન્દ્રભાઈનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.



