GUJARATMORBIMORBI CITY / TALUKO

JODIYA:જોડિયા વિશ્વ કલ્યાણના અર્થે ઉદાસીન પંથના સાધુની કઠોર ‘સપ્ત ધુણી’ તપસ્યાનો પ્રારંભ

 

 

JODIYA:જોડિયા વિશ્વ કલ્યાણના અર્થે ઉદાસીન પંથના સાધુની કઠોર ‘સપ્ત ધુણી’ તપસ્યાનો પ્રારંભ

 

રિપોર્ટ લલીતભાઈ નિમાવત બાલંભા

આદિકાળથી મહાદેવની ભક્તિમાં લીન અને સંતોની ભૂમિ ગણાતા જોડિયા ગામમાં ફરી એકવાર આધ્યાત્મિક ચેતનાનો પવિત્ર પ્રવાહ વહ્યો છે. લોકકલ્યાણ અને વિશ્વશાંતિના ઉમદા હેતુ સાથે જોડિયાના સંત કુટીર ઉદાસીન આશ્રમ (રામવાડી) ખાતે ઉદાસીન પંથના સાધુ મહારાજ શ્રી ધર્મવીરદાસજી બાપુ દ્વારા ૪૧ દિવસના કઠોર સંકલ્પ સાથે ‘સાત ધુણી’ તપસ્યાનો મંગલ પ્રારંભ કરવામાં આવ્યો છે.



​”સાધુ તો ચલતા ભલા” અને “સાધુ કી જાત નહીં હોતી, જમાત હોતી હૈ” જેવી ઉક્તિઓને સાર્થક કરતા સાધુ-મહાત્માઓ સંસારની મોહમાયા ત્યાગીને માનવજાતના કલ્યાણ માટે ભ્રમણ કરતા હોય છે. આ પરંપરાના ભાગરૂપે બાપુએ આકરી તપશ્ચર્યાનો માર્ગ પસંદ કર્યો છે.
​પ્રારંભ તારીખ: ૨ એપ્રિલ, ૨૦૨૬ સમયગાળો: ૪૧ દિવસનો અખંડ સંકલ્પ વિશ્વ કલ્યાણ, માનવજાતનું ભલું અને જોડિયા ગ્રામજનોની સુખ-શાંતિ.સાધુ સમાજમાં નાગા સાધુ, અઘોરી, સિદ્ધ સંતો અને ભગવાધારી સાધુઓનું વિશેષ મહત્વ છે. તેમાં પણ ઉદાસીન પંથના સાધુઓ દ્વારા કરવામાં આવતી ધુણી તપસ્યા અત્યંત કઠિન ગણાય છે. ધગધગતા તાપ અને અગ્નિની વચ્ચે બેસીને ઈશ્વરનું સ્મરણ કરવું એ આત્મશક્તિ અને લોકહિત માટેની પરાકાષ્ઠા છે.​”સાધુ મહારાજની આ દિનચર્યા સવારથી સાંજ સુધી જપ, તપ અને ઈશ્વર ચિંતનથી ભરેલી રહે છે, જેનો એકમાત્ર લક્ષ્ય સમસ્ત સૃષ્ટિનું મંગલ કરવાનું છે.”​ધર્મપ્રેમી જનતાને આમંત્રણ ​રામવાડીના પવિત્ર પરિસરમાં શરૂ થયેલી આ તપસ્યાના દર્શનનો લાભ લેવા માટે મહારાજશ્રી દ્વારા જોડિયાની ધર્મપ્રિય જનતાને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ પવિત્ર અવસરે ગામમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે અને ભક્તો બાપુના આશીર્વાદ તેમજ ધુણીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!