JODIYA:જોડીયાના બાલંભામાં તુલસી પૂજન અને જ્ઞાન સ્પર્ધા પુરસ્કાર વિતરણ કાર્યક્રમ યોજાયો

JODIYA:જોડીયાના બાલંભામાં તુલસી પૂજન અને જ્ઞાન સ્પર્ધા પુરસ્કાર વિતરણ કાર્યક્રમ યોજાયો
શ્રી ચામુંડા માતાજી મંદિર, બાલંભામાં તુલસી પૂજન–૨૦૨૫ અને જ્ઞાન સ્પર્ધાના વિજેતાઓને પુરસ્કાર
બાલંભામાં સંસ્કાર અને આધ્યાત્મનો સંગમ: તુલસી પૂજન તથા ભગવદગીતા જ્ઞાન સ્પર્ધા પુરસ્કાર વિતરણ
તુલસી પૂજન–૨૦૨૫ નિમિત્તે બાલંભામાં જ્ઞાન સ્પર્ધાના વિજેતાઓનું સન્માન
બાલંભામાં તુલસી પૂજન અને જ્ઞાન સ્પર્ધા પુરસ્કાર વિતરણ કાર્યક્રમ
પરમ પૂજ્ય સંતશ્રી આશારામજી બાપુની પાવન પ્રેરણા તથા શ્રી ચામુંડા માતાજીના આશીર્વાદથી શ્રી ચામુંડા માતાજી મંદિર–શાંતિનગર, બાલંભા ખાતે “તુલસી પૂજન–૨૦૨૫” તેમજ “શ્રીમદ ભગવદગીતા તથા તુલસી મહિમા જ્ઞાન સ્પર્ધા”માં વિજેતા થયેલ વિદ્યાર્થીઓને પુરસ્કાર વિતરણનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં વિશિષ્ટ મહેમાન તરીકે શ્રીમતી ગોમતીબેન ચાવડા (ચેરમેન, સામાજિક ન્યાય સમિતિ, જામનગર જિલ્લા પંચાયત), શ્રીમતી ચંદ્રિકાબેન અઘેરા (ચેરમેન, કારોબારી સમિતિ, જામનગર જિલ્લા પંચાયત), શ્રી જયસુખભાઈ પરમાર (પ્રમુખ, જોડિયા તાલુકા ભાજપ), શ્રી ભરતભાઈ દલસાણીયા (પૂર્વ પ્રમુખ, જોડિયા તાલુકા ભાજપ), શ્રી જેઠાલાલ અઘેરા (પૂર્વ પ્રમુખ, જોડિયા તાલુકા ભાજપ) તથા શ્રી રીપલકુમાર હેલૈયા (પ્રમુખ, નોટરી એસોસિએશન, અમરેલી) ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ધ્રોલ જોડિયા વિસ્તારના ધારાસભ્યશ્રી મેઘજીભાઈ ચાવડાએ સમગ્ર આયોજનને ટેલિફોનીક શુભકામનાઓ પાઠવી હતી.
ઉપસ્થિત તમામ મહેમાનોનું શ્રી ચામુંડા માતાજી મંદિર સમિતિ તરફથી શાલ, પુષ્પગુચ્છ તથા શ્રીમદ ભગવદ ગીતા પુસ્તક અર્પણ કરી સન્માનપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોમાં સંસ્કાર, આધ્યાત્મિક ચેતના અને નૈતિક મૂલ્યોનું સિંચન કરવાનો રહ્યો. આ પ્રસંગે નરેન્દ્ર વાઘેલા દ્વારા બાળકો માટે રોચક પધ્ધતિથી પ્રેરણાદાયી બાલસંસ્કાર કેન્દ્રનો વર્ગ લેવામાં આવ્યો હતો. તેમજ સવાલ-જવાબના માધ્યમથી સનાતન સંસ્કૃતિ અને ભારતીય જીવનમૂલ્યો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
“શ્રીમદ ભગવદગીતા તથા તુલસી મહિમા જ્ઞાન સ્પર્ધા”માં વિજેતા થયેલ વિદ્યાર્થી ભાઈ-બહેનોને મહેમાનોના વરદ હસ્તે રોકડ પુરસ્કાર, મેડલ તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા. કાર્યક્રમ દરમિયાન સનાતની પરંપરાનુસાર આરોગ્યદાયિની તુલસીમાતાનું શાસ્ત્રોક્ત પૂજન પણ સંપન્ન કરવામાં આવ્યું.
કાર્યક્રમના અંતે આયોજક શ્રી ચામુંડા માતાજી મંદિર તરફથી ઉપસ્થિત સર્વે બાળકો તથા ભક્તો માટે પવિત્ર મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સર્વશ્રી અતુલભાઈ, અજીતભાઈ, કિશનભાઈ, પ્રતિકભાઈ, મનોજભાઇ, સોમાભાઇ, રક્ષાબેન, શાલીનીબેન, નીલમબેન, સીમાબેન, કાજલબેન, કિશનકુમાર સહિતના સેવાભાવી ભક્તોએ ભારે જહેમત ઉઠાવી હતી.








