GUJARATMORBIMORBI CITY / TALUKO
JODIYA:જોડિયાની પીઠડ તાલુકા શાળાનો 142 મો જન્મદિવસ અને આચાર્યનો વિદાય સમારંભ ધામધૂમથી ઉજવાયો.
JODIYA:જોડિયાની પીઠડ તાલુકા શાળાનો 142 મો જન્મદિવસ અને આચાર્યનો વિદાય સમારંભ ધામધૂમથી ઉજવાયો.
જોડિયા તાલુકામાં પીઠડ માતાજીના ધામ માં પીઠડ તાલુકા શાળા આવેલી છે જેનો આજે 142 મો જન્મદિવસ હોય શાળા પરિવાર દ્વારા ધામધૂમથી ઉજવાયો. આ સાથે ધોરણ 8 ના બાળકોનો વિદાય સમારંભ અને સ્ટુડન્ટ ઓફ ધ યર ને પણ એવોર્ડ આપવામાં આવ્યો. આ કાર્યક્રમ સાથે છેલ્લા દસ વર્ષથી એ કાર્યરત આચાર્ય જીનેશભાઈ વખારીયાનો વિદાય સમારંભ પણ યોજાયો. જેમાં પેટા શાળાના આચાર્ય અને સ્ટાફે, SMC તથા ગામના સરપંચએ તથા જૂના શિક્ષક નરેન્દ્રભાઈ કુબાવતએ હાજરી આપી. કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક કનૈયાલાલ તથા જુના શિક્ષક નરેન્દ્રભાઈએ કરેલ. કાર્યક્રમના અંતે જીનેશભાઈ વખારીયા તરફથી તમામે સમૂહ ભોજન કર્યું.બાળકો અને શાળા પરિવાર એ જીનેશભાઈ ને ભીની આંખે વિદાય આપી.