GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી: “દૂધમાં સાકર ભળે તેમ સાથે મળી કમળ ખીલાવવાનું છે”, ટિકિટ ન મળતા નારાજ કાર્યકરોની કાંતિભાઈ અમૃતિયાએ માફી માંગી

 

MORBI:મોરબી: “દૂધમાં સાકર ભળે તેમ સાથે મળી કમળ ખીલાવવાનું છે”, ટિકિટ ન મળતા નારાજ કાર્યકરોની કાંતિભાઈ અમૃતિયાએ માફી માંગી

 

​મોરબીના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે ત્યારે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ પક્ષના શિસ્ત અને એકતાનો સૂર છેડ્યો છે. ટિકિટ ફાળવણી બાદ ઉભી થયેલી નારાજગીને શાંત પાડવા માટે મંત્રીએ નમ્રતાપૂર્વક કાર્યકરોનો સંપર્ક કરી, “સંગઠન સર્વોપરી” હોવાનો સંદેશ આપ્યો હતો.
​ઉમેદવારો વધુ હોય, બધાને ટિકિટ મળવી શક્ય નથી
​કાંતિભાઈ અમૃતિયાએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી એક વિશાળ પરિવાર છે. જ્યારે ટિકિટ માંગનારા ઉમેદવારોની સંખ્યા મોટી હોય, ત્યારે સ્વાભાવિક છે કે પક્ષ કોઈ એકની જ પસંદગી કરી શકે. જે મિત્રો કે કાર્યકરોને ટિકિટ નથી મળી શકી, તેમની લાગણી દુભાઈ હોય તે સમજી શકાય છે. આ બાબતે તેમણે મોટું મન રાખીને કાર્યકરોની માફી પણ માંગી હતી.



​કાર્યકરોમાં ઉત્સાહ પૂરતા તેમણે જણાવ્યું હતું કે, “આપણે બધાએ દૂધમાં સાકર ભળે તેમ ભળી જઈને સાથે કામ કરવાનું છે.” તેમણે ઉમેર્યું કે આપણું મુખ્ય લક્ષ્ય મોરબીનો વિકાસ અને પક્ષના પ્રતીક ‘કમળ’ને ભવ્ય વિજય સાથે ખીલાવવાનું છે. વ્યક્તિગત નારાજગી બાજુ પર મૂકીને રાષ્ટ્રહિત અને શહેરના વિકાસ માટે તમામ કાર્યકર્તાઓ ફરી એકવાર મેદાનમાં ઉતરે તેવો અનુરોધ તેમણે કર્યો હતો.

Back to top button
error: Content is protected !!