ગુજરાત સરકારના બંદરો અને વાહન વ્યવહાર વિભાગ ગાંધીનગરના ઠરાવ ક્રમાંક PTD/MSM/e-file/22/2024/0167/KH થી “ગુજરાત રોડ સેફટી એવોર્ડ” એનાયત કરવાના ક્રાઈટેરિયા અને ગુણ પદ્ધતિમાં ફેરફાર કરેલ છે. જે વિષય વધુ માહિતી મેળવવા માટે ગુજરાત રોડ સેફટી ઓથોરિટી ની વેબસાઈટ https://gujrosa.gujarat.gov.in પર જઈ SCHEMES હેઠળ દર્શાવેલ “ROAD SAFETY AWARDS” વિકલ્પ પસંદ કરી વધુ જાણકારી મેળવી શકાશે તેમ પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી દ્વારા યાદીમાં જણાવાયુ છે.