GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારા ગંગા એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા”જરૂરિયાતમંદ વિધાર્થીઓને પુસ્તકસહાય” કરવામાં આવશે

 

TANKARA:ટંકારા ગંગા એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા”જરૂરિયાતમંદ વિધાર્થીઓને પુસ્તકસહાય” કરવામાં આવશે

 

 

(૧)  ટંકારા શ્રી ગંગા એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા”  ફક્ત ટંકારા તાલુકાના જ ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરતા ધોરણ 11 અને 12 ના સાયન્સ અને કોમર્સના વિદ્યાર્થીઓને જ પુસ્તકોની સહાય કરવામાં આવશે.

(૨) ફક્ત જે વિધાર્થીઓની ઘરની પરિસ્થિતિ નબળી હોય માતા પિતા મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા હોય તેમજ ધોરણ 10 માં 75%થી વધુ માર્કસ આવેલ હોય A1 કે A2,B1 ગ્રેડ આવેલ હોય તેવા જરૂરિયાતમંદ વિધાર્થીઓને સહાય કરવામાં આવશે.

(૩) સરકારી/ગ્રાન્ટેડ હાયર સેકેન્ડરી સ્કૂલમાં અભ્યાસ કરતા વિધાર્થીઓને પ્રાધાન્ય આપવામાં આવશે.

(૪) અરજી તા:- ૧૫/૦૫/૨૦૨૫ થી તા:- ૩૧/૦૫/૨૦૨૫ સુધીમાં કરેલ હોવી જરૂરી છે.

(૫) પુસ્તક સહાય મર્યાદિત સંખ્યામાં આપવામાં આવશે.

(૬) ઉપરોક્ત લાયકાત વાળા જ વિધાર્થીઓએ સહાય માટે અમારા નીચે આપેલ google ફોર્મ લિંકમાં જરૂરી વિગત ભરવાની રહેશે.

(૭) જે વિધાર્થીએ google ફોર્મમાં એક કરતા વધુ વખત ફોર્મ ભરેલ હશે તે રદ કરવામાં આવશે.

(૮) અમારી સંસ્થાને વિધાર્થીએ કરેલ અરજીની માહિતી તપાસ કરતા યોગ્ય લાગશે તો જ આગળની કાર્યવાહી માટે ટેલીફોનિક જાણ કરવામાં આવશે.

(૯) અમારી સંસ્થા પાસે આવેલ માહિતી તપાસી જરૂરી સાધનિક ડોક્યુમેન્ટ રજૂ કરવા તેમજ પુસ્તક સહાય લઈ જવા માટે જાણ કરવામાં આવશે.

(૧૦) વિધાર્થીઓની જરૂરિયાત મુજબના પુસ્તક અમારા ટ્રસ્ટે નક્કી કરેલ સ્ટેશનરી પાસે હાજરમાં નહી હોય તો મંગાવી આપવામાં આવશે,થોડી ધીરજ રાખવાની રહેશે.

(૧૧) પાઠ્યપુસ્તકો તથા ફૂલસ્કેપ નોટબુક ફ્રી આપવામાં આવશે.

𝐂𝐨𝐧𝐭𝐚𝐜𝐭 𝐮𝐬 𝐧𝐨 :-+𝟗𝟏 𝟗𝟖𝟕𝟗𝟗𝟑𝟎𝟒𝟏𝟎 (કોન્ટેક્ટ સાંજે 6 થી 9 વાગ્યા સુધીમાં કરવો)

Back to top button
error: Content is protected !!